અજરુદ્દીન ધોરી-તાપીમિત્ર ન્યુઝ,રાજપીપલા:નાંદોદ તાલુકા ના એક ગામ માં એક પરિવાર ના પુત્ર અને ગામની એક યુવતી વચ્ચે પ્રેમ સંબંધ બંધાયા બાદ ત્રણેક મહિના પેહલા બંને પ્રેમીઓ ગામ છોડી ભાગી ગયા હતા બાદમાં ગામમાં હાહાકાર મચી ગયો અને યુવતી ના પિતા યુવક ના પરિવાર પર અકળાઈ ઉઠ્યા બાદ યુવકનો પિતા તો ગામ છોડી ક્યાંક જતો રહ્યો પરંતુ તેની માતા ઝડપાઇ જતા યુવતી ના પિતા દ્વારા તેની પૂછપરછ કરાઈ પરંતુ તે આ બાબતે કઈ જાણતી ના હોવાથી યુવતી ના પિતા વધુ ક્રોધિત થયા અને યુવકની માતા ને ઢોર બાંધવાના ખીલે દોરડા થી સવાર ની બાંધી દીધા બાદ કોઈકે રાજપીપલા સ્તિથ ૧૮૧ મહિલા હેલ્પલાઈન ને કોલ કરતા હેલ્પલાઇન ના કાઉન્સિલર જ્યોતિબેન વાઘમારે અને મહિલા પોલીસ કોન્સ્ટેબલ હેમલતાબેન તાબડતોબ ત્યાં પહોંચ્યા બાદ સૌ પ્રથમ મહિલા ને બંધન માંથી છોડાવી બાદ માં પૂછતાં ઉપરોક્ત હકીકત જાણવા મળી કે તેમનો પુત્ર ગામની એક યુવતી ને લઈ જતા આ સ્તિથી ઉભી થઈ હતી ત્યારે હેલ્પલાઇન ની ટીમે યુવક ના પિતા ને પૂછતાં તેમને કેહવું હતું કે ગામના પંચો બેસી ને જે નક્કી કરે તે પ્રમાણે લેવડ દેવળ બાદ આગળ વાત થશે પરંતુ કાયદા આગળ બધું નકામું હોય એ મહિલાને હેલ્પલાઇન ની ટીમ રાજપીપલા પોલીસ મથકે લાવ્યા બાદ ગામના લોકો અને યુવક ના પિતા પણ આવ્યા તેમને કાયદાકીય માહિતી આપતા આખરે તે માની જતા મહિલાને હેમખેમ પરત મોકલાઈ હતી.આમ વારંવાર ૧૮૧ મહિલા હેલ્પલાઇન ની ટીમ મહિલાઓ ની પડખે રહી પ્રસંસનીય કામગીરી કરી રહી છે .
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application