Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢના આમલીપાડા ગામે આધેડ ઉપર કુહાડી થી હુમલો કરનાર સામે ગુન્હો નોંધાયો

  • February 13, 2018 

તાપીમિત્ર ન્યુઝ,સોનગઢ:તા.૧૨મી ફેબ્રુઆરી નારોજ સોનગઢના આમલીપાડા ગામે બકરા ચરાવવા બાબતે ઝગડો કરી ઉશ્કેરાઈ જઇ કુહાડીથી હુમલો કરનાર ઈસમ વિરુદ્ધ સોનગઢ પોલીસ મથકે ગુન્હો નોંધાવામાં આવ્યો છે.મળતી માહિતી મુજબ તા.૧૨મી ફેબ્રુઆરી નારોજ આશરે ૪:૩૦ કલાકે સોનગઢના આમલીપાડા ગામીની સિમ માંથી પસાર થતા રસ્તા પર બકરા ચરાવીને પોતાના ઘરે જતા આધેડ પર કુહાડી વડે હુમલો કરવામાં આવતા આધેડે સોનગઢ પોલીસ સ્ટેશનમાં કુહાડી થી હુમલો કરનાર ભીમા છન્યાભાઈ ગામીત રહે-દુમદા-સોનગઢ વિરુદ્ધ ફરિયાદ આપી હતી.૫૫ વર્ષીય આધેડ વિરજીભાઈ રમણભાઈ ગામીત રહે-આમલીપાડા સાવર ફળિયું-સોનગઢ નાઓ પોતાના ખેતરના બાજુમાં આવેલ પડતર જગ્યા માંથી બકરા ચરાવી પોતાના ઘરે જતા હતા તે દરમિયાન ભીમા છન્યા ગામીતે બકરા ચરાવનાર આધેડને "કોના ખેતરમાં બકરા ચરાવી આવેલ છે" તેમ કહી એકદમ ઉશ્કેરાઈ જઇ વિરજી ગામીતના જમણા કાનના ભાગે કુહાડીનો એક ઘા કરી ગંભીર ઇજા પહોંચાડી હતી.કુહાડી થી હુમલો કરનાર વર્ષ ૨૦૦૫ માં પણ ઝગડો/તકરાર કરેલ હોય ,સોનગઢ પોલીસે વિરજી રમણ ગામીતની ફરિયાદને આધારે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application