Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

માનો યા ના માનો:ગુરૂ પૂર્ણિમાના પાવન અવસરે થનાર ચંદ્રગ્રહણ સદીનું સૌથી મોટું ચંદ્રગ્રહણ 

  • July 27, 2018 

નવી દિલ્હી:૨૭મી જુલાઇને ગુરૂ પૂર્ણિમાના પાવન અવસરે થનાર ચંદ્રગ્રહણ સદીનું સૌથી મોટું હોવાનું માનવામાં આવે છે.જો વર્ષના પ્રારંભે તમે સુપરમૂનનો નજારો જોવાનો ચૂકી ગયા છો તો તમારા માટે આ અનોખી તક છે.ધાર્મિક માન્યતા અનુસાર આ ઘટનાને અશુભ માનવામાં આવે છે અને એના પડછાયાથી બચવા માટે લોકો દાન પુણ્ય સ્નાન કરતા હોય છે પરંતુ હવે જ્ઞાન વિજ્ઞાનનો પ્રસાચ થવાથી ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ સંબંધી ભ્રમણાઓ ઓછી થઇ છે.જોકે કેટલાક લોકો આજે પણ માને છે કે આ ખગોળીય ઘટનાથી સ્વાસ્થ્ય અને વ્યાપાર પર અસર થાય છે અને એટલા માટે દાન પુણ્ય કરવા જોઇએ.પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના અનુસાર ગ્રહણનો સમય એક કલાક અને ૪૩ મિનિટ રહેશે અને દેશના તમામ ભાગમાં એ જોવા મળશે. ચંદ્રગ્રહણનો પહેલો ખંડગ્રાસ તબક્કો શુક્રવારની રાતે ૧૧:૫૪ કલાકથી શરૂ થશે અને ચંદ્ર ધીરે ધીરે સમગ્ર રીતે પૃથ્વીની છાયામાં આવી જશે.એ બાદ પૂર્ણ ચંદ્રગ્રહણનો તબક્કો રાતે એક કલાકે થશે અને ૨:૪૩ વાગે પૂર્ણ થશે.ચંદ્રગ્રહણ એક આકાશીય ઘટના છે જેમાં ચંદ્ર અને સૂર્ય વચ્ચે પૃથ્વીના આવવાથી સૂર્યનો પ્રકાશ ચંદ્ર પર પડતો નથી જેનાથી ચંદ્ર ધરતી પર નહીં દેખાઇ શકે.  High light-સૂતક કાલ અંગે ધાર્મિક માન્યતા.. આ ચંદ્રગ્રહણ ૩ કલાક ૫૪ સુધી ચાલશે.ધાર્મિક વિદ્વાનો અનુસાર બપોરે ૨:૫૫ વાગ્યાથી સૂતક લાગવાથી વાત થઇ રહી છે.સૂતક કાલનું હિંદુ ધર્મમાં વિશેષ મહત્વ છે.ધાર્મિક માન્યતા અનુસાર સૂર્ય અને ચંદ્રગ્રહણ દેખાતાં સૂતક ઘણું મહત્વ છે.સૂર્યગ્રહણમાં સૂતકનો પ્રભાવ અંદાજે ૧૨ કલાક પહેલાથી શરૂ થાય છે તો ચંદ્રગ્રહણમાં આ અવધિ ૯ કલાકની હોય છે. ધાર્મિક માન્યતા અનુસાર ગ્રહણ દરમિયાન સૂતક લાગવાથી નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.જેથી આ દરમિયાન કોઇ પણ ધાર્મિક કે શુભ કાર્ય કરવાથી બચવું જોઇએ.  High light-વૈજ્ઞાનિક માન્યતા ગ્રહણના સમયે વાતાવરણમાં નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.આ માટે આ સમયને અશુભ માનવામાં આવે છે.આ દરમિયાન અલ્ટ્રાવાયોલેટ કિરણો નીકળે છે જે એન્જાઇમ સિસ્ટમને પ્રભાવિત કરે છે. એટલે ગ્રહણ દરમિયાન સાવધાની રાખવાની જરૂર હોય છે.આ સમયે ચંદ્ર પૃથ્વીની સૌથી નજીક હોય છે જેનાથી ગુરૂત્વાકર્ષણનો સૌથી વધુ પ્રભાવ પડે છે.જેને કારણે સમુદ્રમાં ભારે ભરતી ઓટ આવે છે.ભૂકંપ પણ આવી શકે છે.  High light -પૌરાણિક માન્યતા જ્યોતિષ અનુસાર રાહુ,કેતુને અનિષ્ટકારણ ગ્રહ માનવામાં આવે છે.ચંદ્રગ્રહણના સમયે રાહુ અને કેતુની છાયા સૂર્ય અને ચંદ્ર પર પડે છે.આ કારણે સૃષ્ટિ આ દરમિયા અપવિત્ર અને દૂષિત થાય છે એવું માનવામાં આવે છે. High light-ગ્રહણ દરમિયાન આ ન કરો -ગ્રહણ દરમિયાન ભોજન કરવામાં નથી આવતું -ગ્રહણ દરમિયાન નિંદર ન કરવી -ગ્રહણને નરી આંખેથી ન જોવું -ચંદ્રગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ ખાસ ધ્યાન રાખવું.કારણ કે ગ્રહણ વખતે વાતાવરણમાં નકારાત્મક ઉર્જાનો સંચાર થતો હોય છે.જે બાળક અને માતા માટે હાનિકારક છે.   


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application