તાપીમિત્ર ન્યુઝ,સોનગઢ:સોનગઢનાં ઘોડીરૂંવાડી ગામે ગત મહીનાની ૧૪મી જાન્યુઆરીના રોજ એસિડથી હુમલો કરનાર શખ્સ વિરુદ્ધ સોનગઢ પોલીસે જ્યંતીલાલ ગામીત રહે-ટોકરવા,વડ ફળિયું,તા-સોનગઢ નાઓની ફરીયાદને આધારે તા.૧૩મી ફેબ્રુઆરીના રોજ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.મળતી માહિતી મુજબ સોનગઢના ઘોડીરૂંવાડી ગામની સીમમાં આવેલ વાંકરતા દેવસ્થાન પાસે ગત મહિનાની તા.૧૪-૧-૨૦૧૮ના રોજ વિનુભાઈ દીવાનજીભાઈ ગામીત રહે-ટોકરવા કિસાન ફળિયું,સોનગઢ નાઓ પૂજા-પાઠ માટે ગયેલા હતા તે સમયે જ્યંતીભાઈ ગામીત પણ ત્યાં હાજર હતા.દેવસ્થાન હોવાથી જયંતિ ગામીત તથા વિનુ ગામીત તેમજ અન્ય ઈસમોએ જમવાનું બનાવેલ અને જમી પરવારી જયંતિભાઈ ગામીત હેન્ડપમ્પ પર હાથ ધોઇ જતા હતા ત્યારે વીનુભાઈ ગામીત નામના ઈસમ પાછળથી આવી બાટલીમાં ભરેલ એસિડ જ્યંતી ગામીતના શરીર ઉપર ફેંકતાં ગંભીર રીતે દાઝી ગયા હતા જેમાં છાતીનો ભાગ અને પીઠનો ભાગ તેમજ જમણા હાથના ખભાથી જમણાં હાથની કોણી સુધી ગંભીર રીતે દાઝી ગયા હતા.આ બનાવનું કારણ આ બનાવ પહેલા આશરે દસ દિવસ અગાવ વિનુ ગામીત અને જ્યંતી ગામીત વચ્ચે થયેલા બોલાચાલી હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું.જેની અદાવત રાખી વિનુ ગામીતે એસિડ ભરેલ બાટલી જ્યંતી ગામીત ઉપર ફેંકી હતી.હાલ સોનગઢ પોલીસે એસિડ ફેંકનાર વિરુદ્ધ તા.૧૩-૨-૨૦૧૮ ના રોજ ગુન્હો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application