બાળકીઓ સાથે દુષ્કર્મની વધતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને આ વર્ષે કેન્દ્ર સરકારે દુષ્કર્મના આરોપીઓની સજામાં વધારો કરતો વટહુકમ બહાર પાડી શકે છે.વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ આપેલી માહિતી પ્રમાણે, દુષ્કર્મની સજા 7 વર્ષથી વધારીને 10 વર્ષ કરી દેવાઈ છે.જ્યારે 16 વર્ષથી ઓછી ઉંમરની છોકરીઓ પર બળાત્કાર કરનાર આરોપીને 20 વર્ષની જેલની સજા થશે.સીઆઈડી ક્રાઈમના સૂત્રોએ જણાવ્યું કે,12 વર્ષથી નાની બાળકી સાથે દુષ્કર્મ અને ગેંગરેપ કરનારને આજીવન કેદની સજા ફટકારવામાં આવશે.
રાજ્ય સરકારે દુષ્કર્મ કેસની તપાસ કરી રહેલા પોલીસ અધિકારીઓ ને આદેશ આપ્યો છે કે,બે મહિનામાં કેસની તપાસ પૂરી થઈ જવી જોઈએ સાથે જ ટ્રાયલ 6 મહિનામાં પૂરો થવો જોઈએ.જામીનના નિયમો પણ વધુ કડક બનાવાયા છે.સીનિયર પોલીસ અધિકારીએ જણાવ્યું કે,આરોપીએ જામીન અરજી કરવાના 15 દિવસ પહેલા સરકારી વકીલને આ અંગે જાણ કરવી પડશે.આરોપીને જામીન અરજીની પ્રક્રિયામાં પીડિતાના વકીલની હાજરી મહત્વની છે.એડિશનલ ડીજીપી અનિલ પ્રથમે કહ્યું કે,દુષ્કર્મ કેસના ટ્રાયલ ઝડપથી પુરા થાય તે માટે સ્પેશિયલ કોર્ટની વ્યવસ્થા કરવા અમે સરકારને રજૂઆત કરી છે.26 જિલ્લાઓમાં મહિલાઓ સાથે થતા ગુનાની તપાસ કરવા માટે સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન યુનિટ શરુ કર્યા છે.દુષ્કર્મ કેસમાં પૂછપરછ કઈ રીતે કરવી તે અંગે અમે પોલીસને ટ્રેનિંગ આપીશું.સાયન્ટિફિક પુરાવા એકઠા કરીને બે મહિનામાં તપાસ કઈ રીતે પૂરી કરી શકાય તે શીખવીશું.એડિશનલ ડીજીપી અનિલ પ્રથમે વધુમાં કહ્યું કે,સમગ્ર રાજ્યમાં ટ્રેનિંગ સેંટરમાં ઝડપી તપાસ પૂરી કરવા ટ્રેનિંગ આપવામાં આવશે.ફોરેન્સિક અને લીગલ ડિપાર્ટમેન્ટના એક્સપટ્ર્સ દ્વારા પોલીસને ટ્રેનિંગ આપવામાં આવશે.હાલ પોલીસકર્મીઓને દુષ્કર્મ કેસ કેવી રીતે હેન્ડલ કરવા તેની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application