Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભારતમાં ભવિષ્યના તમામ બાળવિવાહને ગેરકાયદે જાહેર કરવા પ્રસ્તાવ રજૂ કરાશે

  • July 19, 2018 

નવી દિલ્હી:ભારતના મહિલા અને બાળ વિકાસ (ડબ્લ્યુસીડી) મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે ભારતમાં ભવિષ્યના તમામ બાળલગ્નાને અયોગ્ય અને રદબાતલ ઠેરવવા કેબિનેટ સમક્ષ દરખાસ્ત મૂકવામાં આવશે.જો આ દરખાસ્ત મંજૂર થઈ ગઈ તો ઉભય પક્ષ પૈકી એક બાળક પુખ્તવયનું થાય તેના બે વર્ષમાં જિલ્લા કોર્ટમાં ધા નાખે કે સગીર વયના લોકોની બાબતમાં વાલીની મારફત અદાલતના દ્વાર ખખડાવે ત્યાં સુધી બાળ લગ્ન ટકી શકવાની મંજૂરી આપે છે. ડબ્લ્યુસીડી મંત્રાલયના પ્રસ્તાવ અંતર્ગત સઘળા ભાવિ બાળવિવાહ આરંભથી જ ગેરકાનૂની અને રદબાતલ લેખાશે,એમ આ અધિકારીએ જણાવ્યું હતું. બાળલગ્ન નિષેધ ધારાની કલમ ત્રણમાં સુધારાવધારા અને ફેરફાર કરવાની આ મંત્રાલયની ઈચ્છા છે વર્ષ 2011ની જનસંખ્યા ગણતરી સેન્સસને આધારે કરાયેલા અભ્યાસમાં ભારતમાં 2.3 કરોડ બાળ દુલ્હન છે.વર્ષ 2015-16ના રાષ્ટ્રીય કુટુંબ આરોગ્ય સર્વે (એનએફએચએસ)માં દશાર્વ્યા મુજબ 26.8 ટકા મહિલાઓ 18 વર્ષની થાય તે અગાઉ જ તેમને પરણાવી દેવામાં આવે છે.બાળ દુલ્હનને આરોગ્યની સમસ્યાઓ થવાની શક્યતા ઘણી વધારે હોય છે,એમ જણાવીને વિશ્વ આરોગ્ય સંસ્થા (ડબ્લ્યુએચઓ)એ ભારતમાં ખૂબ મોટા પ્રમાણમાં બાળ દુલ્હન હોવા અંગે નારાજગી વ્યક્ત કરી છે.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application