Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજ્યના ૫૩ જળાશયો સંપૂર્ણ છલકાયા તેમજ ૬૪ જળાશયો ૭૦ ટકાથી વધુ ભરાયાં

  • August 19, 2022 

રાજ્યમાં થઈ રહેલા સાર્વત્રિકવરસાદને પરિણામે રાજ્યનાકુલ ૨૦૭ જળાશયોમાં તા.૧૮ ઓગસ્ટ-૨૦૨૨ સુધીમાં ૭૯.૬૮ટકા જેટલો જળસંગ્રહ થયો છે. જયારે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં ૨,૯૬,૮૯૭એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૮૮.૮૭ ટકા જેટલો જળસંગ્રહ થયો છે. રાજ્યના જળસંપત્તિ વિભાગના ફ્લડ સેલ દ્વારા મળેલાં અહેવાલો મુજબ સરદાર સરોવર સિવાય રાજ્યના ૨૦૬ જળાશયોમાં ૪,૧૪,૧૦૩એમ.સી.એફ.ટી. એટલે કે કુલ જળસંગ્રહ શક્તિના ૭૪.૧૯ ટકા જેટલો જળસંગ્રહ થયો છે.




આ ઉપરાંત રાજ્યમાં ૫૩ જળાશયોમાં ૧૦૦ ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. જયારે સરદાર સરોવર સહીત ૬૪ જળાશયોમાં ૭૦થી ૧૦૦ ટકા,૩૧ જળાશયોમાં ૫૦થી ૭૦ ટકા,૨૯ જળાશયોમાં ૨૫થી૫૦ ટકા અને ૨૯ જળાશયોમાં ૨૫ ટકાથી ઓછો જળસંગ્રહ થયો છે. જેમાંઉત્તર ગુજરાતના ૧૫ જળાશયો, મધ્ય ગુજરાતના ૧૭, દક્ષિણ ગુજરાતના ૧૩, કચ્છના ૨૦અને સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયોનો સમાવેશ થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે,રાજ્યમાં ૫૨ જળાશયો ૧૦૦ ટકાથી વધુ જ્યારે ૩૨ જળાશયો૯૦ ટકાથી ૧૦૦ ટકા વચ્ચે ભરાતા હાઈએલર્ટ પર છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application