જોન્સન ઍન્ડ જોન્સનનો પાઉડર વાપરવાને કારણે પોતાને અંડાશયનું કૅન્સર થયું હોવાનો આક્ષેપ ૨૨ મહિલાઓએ કર્યો હતો.એ મહિલાઓને વળતર પેટે ૪.૭ અબજ ડૉલર ચૂકવવાનો આદેશ જોન્સન ઍન્ડ જોન્સનને આપવામાં આવ્યો છે.અમેરિકાના મિઝોરી રાજ્યની એક જ્યુરીએ વળતર પેટે ૫૫૦ મિલિયન ડૉલર ચૂકવવાનો આદેશ પ્રારંભે આપ્યો હતો.પછી તેમાં ૪.૧ અબજ ડૉલરનો દંડ ફટકાર્યો હતો.દવાઓનું ઉત્પાદન કરતી જંગી કંપનીઓ પૈકીની એક જોન્સન ઍન્ડ જોન્સન તેના વિશિષ્ટ બેબી પાઉડર સંબંધી ૯,૦૦૦ કેસીસનો કોર્ટમાં સામનો કરી રહી છે,એવા સમયે આ ચુકાદો આવ્યો છે.
જોન્સન ઍન્ડ જોન્સને જણાવ્યું હતું કે કંપની આ ચુકાદાથી 'અત્યંત નિરાશ' થઈ છે અને તેની સામે અપીલ કરવા વિચારી રહી છે.૬ સપ્તાહ સુધી ચાલેલી અદાલતી કાર્યવાહીમાં મહિલાઓ અને તેમના પરિવારજનોએ જણાવ્યું હતું કે બેબી પાઉડર તથા અન્ય પાઉડર પ્રોડક્ટ્સ દાયકાઓ સુધી વાપરવાને કારણે તેમને અંડાશયનું કૅન્સર થયું હતું.આ કેસ સાથે સંકળાયેલી ૨૨ મહિલાઓ પૈકીની છનું મૃત્યુ અંડાશયના કૅન્સરને કારણે થયું હતું.તેમના વકીલોએ આક્ષેપ કર્યો હતો કે પોતાનો પાઉડર એઝ્બેસ્ટોસથી દૂષિત હોવાનું કંપની છેક ૧૯૭૦ ના દાયકાથી જાણતી હતી,પણ આ બાબતે ગ્રાહકોને ચેતવણી આપવામાં નિષ્ફળ રહી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application