આંધ્ર પ્રદેશ:કાકિનાડા જિલ્લાનાં પાસુવાલા લંકા ગામની પાસે મોંડિરેવૂ વિસ્તારમાં શનિવારનાં રોજ ગોદાવરી નદીમાં હોડી ડૂબવાંથી ઓછામાં ઓછા ૧૦ લોકો ડૂબી ગયાં કે જેમાં મોટે ભાગે વિદ્યાર્થીઓ સવાર હતા.આ હોડીમાં કુલ ૪૦ લોકો સવાર હતાં.સાલાદિવારિપેલમ લંકાથી પાસુવુલા લંકા તરફ લોકો નૌકાવિહાર કરી રહ્યાં હતાં.તે સમયે હોડી નદીમાં બનેલ એક સિમેન્ટનાં થાંભલાથી ટકરાવાથી પલ્ટી ગઇ હતી.સ્થાનિક લોકોએ આવીને ૧૦ લોકોને બચાવ્યાં અને સુરક્ષિત રીતે તેઓને બહાર કાઢ્યા હતાં.પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે ૧૦ લોકોને વિશે હજી કંઇ જ પતો લાગ્યો નથી.
હોડીની ડૂબવાંની સૂચના મળવા પર ઉપ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી નિમાકાયાલા ચિનરાજપ્પાએ પેદપુરમ મંડળમાં પોતાની યાત્રાને છોડીને અને બચાવ અભિયાનની નજર રાખવા માટે ઘટનાસ્થળ પર રવાના થયાં હતા.પોલીસ અને રાજસ્વ અધિકારી પણ ઘટનાસ્થળ પર પહોંચી ગયાં હતા અને તરવૈયાઓ ની મદદ થી લાપતા લોકોને શોધવાને પ્રયાસ કર્યો હતો.પોલીસ સૂત્રોએ જણાવ્યું કે જિલ્લા મુખ્યાલયથી મળેલ પ્રાથમિક રિપોર્ટનાં અનુસાર હોડીમાં ૨૫ લોકો સવાર હતાં અને ૮ લોકો લાપતા દર્શાવવામાં આવેલ છે.તમને જણાવી દઇએ છીએ કે મેં મહિનામાં પણ ગોદાવરી નદીમાં એક હોડી પલટવાંથી ૨૨ લોકોનાં મોત થયાં હતાં.મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ દરેક મૃતકનાં પરિવારજનોને ૧૦ લાખ રૂપિયાની સહાયતા રકમ આપવાની જાહેરાત કરી હતી.તેઓએ પીડિતોનાં પરિવારને એક સભ્યને પણ નોકરી આપવી અને તેઓનાં બાળકોને માટે નિઃશુલ્ક શિક્ષાની વ્યવસ્થા કરવાની પણ જાહેરાત કરી હતી.(ફાઇલ ફોટો)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application