અમદાવાદમાં પાણીજન્ય કોલેરાનાં કેસમા સતત વધારો થઈ રહયો છે. શહેરના વિવિધ વોર્ડ વિસ્તારમાં કોલેરાના 51 કેસ નોંધાતા મ્યુનિસિપલ કમિશનરે કોલેરાના કેસની સ્થિતિને કાબુમા લેવા મેડીકલ ઓફિસરને તાકીદ કરી છે. મ્યુનિ.દ્વારા અપાતા પાણીના 148 સેમ્પલ અનફીટ જાહેર કરાયા છે.
અમરાઈવાડી, બહેરામપુરા, ગોમતીપુર, દાણીલીમડા, દરિયાપુર, ઈન્દ્રપુરી, નરોડા, નવરંગપુરા, રામોલ, ઈસનપુર, ખાડીયા, લાંભા, સરખેજ, વિરાટનગર, મકતમપુરા, મણીનગર, વસ્ત્રાલ, વટવા, વેજલપુર, ઓઢવ અને રાણીપ વોર્ડમાં મળી કુલ 48 વોર્ડમાંથી 21 વોર્ડમાં કોલેરાના કેસ જુન મહિનામા નોંધાયા હતા. મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારસને વીકલી રીવ્યુ બેઠકમાં ઈન્ચાર્જ મેડીકલ ઓફિસર ઓફ હેલ્થને કહયુ, મારી આગળ આંકડા રજુ ના કરો. રોગચાળો આટલી હદે બેકાબુ બની જાય છે એને નિયંત્રણમા લેવા તમે શુ કર્યુ? તમારી પાસે ડેપ્યુટી હેલ્થ ઓફિસર છે એમની પાસેથી કામ લો. જુન મહિનામા ઝાડા ઉલટીના 1448, ટાઈફોઈડના 615, કમળાના 293 કેસ નોંધાયા હતા. જુન મહિનામા મ્યુનિ. દ્વારા અપાતા પાણીના સેમ્પલ પૈકી 793 સેમ્પલનો કલોરીન રીપોર્ટ નીલ આવ્યો હતો. મેલરિયાના 30, ડેન્ગ્યુના 27 તથા ચિકનગુનિયાના બે કેસ નોંધાયા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500