તાપીમિત્ર ન્યુઝ,નવસારી:નવસારીમાં ભારે વરસાદને કારણે નદીઓ બે કાંઠે વહી રહી છે.ઉપરવાસમાં 24 કલાકથી પડી રહેલા વરસાદનાં કારણે અંબિકા અને પુર્ણા નદીઓમાં ઘોડાપુર આવ્યું છે.જેના કારણે તાત્કાલીક પગલા લેતા તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં રહેલા 750થી વધારે લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાવવામાં આવ્યું છે.પરિસ્થિતીને પોહંચી વળવા માટે તંત્રે તમામ રીતે કમર કસી લીધી છે. કલેક્ટર દ્વારા લોકોને નદીથી દુર રહેવા અને નીચાણવાળા વિસ્તારોમાં હોય તેમને સલામત સ્થળે ખસી જવા માટે અપીલ કરી છે.બચાવ અને રાહત કાર્ય માટે તમામ તંત્ર ખડેપગે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application