પાકિસ્તાનનાં ખુઝદાર જિલ્લામાં 5.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેને પગલે પાકિસ્તાનનાં બલોચિસ્તાન પ્રાંતમાં 260થી વધુ મકાનોને ભારે નુકસાન પહોંચ્યું હતું. જેને પગલે 200 પરિવાર ઘરવિહોણા થઇ ગયા હતા. ભૂકંપનું કેન્દ્ર બિંદુ ઔરનાજી વિસ્તારમાં નોંધાયું હતું. ભૂકંપના એક મોટા આંચકા બાદ પણ ઘણા નાના આંચકા અનુભવાયા હતા. જેને પગલે આ વિસ્તારમાં કલાકો સુધી અફરા તફરીનો માહોલ જોવા મળ્યો હતો.
જોકે લોકો પોતાના ઘરોની બહાર નિકળી ગયા હતા તેમજ આશરે 260 જેટલા મકાનોમાં મોટી તિરાડો પડી ગઇ હતી જ્યારે 80 મકાન ધારાશાયી થઇ ગયા હતા. સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર, આ ભૂકંપના આંચકા અડધી મિનિટ સુધી અનુભવાયા હતા. જ્યારે 200થી વધુ પરિવાર ઘરવિહોણા થઇ ગયા છે જેમને હાલ સરકાર તરફથી રાહત કેંપમાં રાખવામાં આવ્યા છે. જોકે બીજી તરફ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું છે અને કોઇ જાનહાનીના અહેવાલો સામે આવ્યા નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application