સાપુતારા પોલીસ ચેકપોસ્ટ પર પોલીસે વાહન ચેકિંગ દરમિયાન એરગન તથા એરગનનાં છરા સાથે પાંચ મહારાષ્ટ્રનાં યુવકોની ધરપકડ કરી હતી તેમજ કાર સાથે રૂપિયા 10.50 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. લોકસભાની ચૂંટણીને લઈને સાપુતારા ચેકપોસ્ટ ઉપર પી.એસ.આઈ., તથા અ.પો.કો., તેમજ પો.કો. વાહન ચેકિંગમાં હતા. તે દરમિયાન મહારાષ્ટ્ર તરફથી ગુજરાત રાજ્ય તરફ આવતી ઇનોવા કાર સાપુતારા ચેકપોસ્ટ ઉપરથી પસાર થતી હતી પોલીસે તેને ઉભી રાખી તપાસ કરતા કારમાંથી એરગન અને 34 નંગ છરા મળી આવ્યા હતા.
આમ, પોલીસે ચાલક ભૂષણ બાજીરાવ શિંદે (રહે.ચાંદવડ, જિ. નાશિક), સાગર કારભરી ધવંગે (રહે. નાશિક), શમદાસ રાજારામ સાયકલ (રહે.નાશિક) ભરત નવનાથ શિંદે (રહે.કારમંડાળે, તા.ચાંદવળ, જિ.નાશિક) અને રૂપેશ અશોક પવાર (રહે.કારમંડાળે, તા.ચાંદવડ, જિ.નાશિક) નાઓને ઝડપી પાડ્યા હતા. ત્યારબાદ પોલીસે તમામ પાસે એરગનનું લાઇસન્સ ન હોય પાંચેય ઈસમો વિરુદ્ધ સાપુતારા પોલીસ સ્ટેશનમાં ગુજરાત પોલીસ એક્ટ મુજબ જાહેરનામા ભંગનો ગુનો નોંધી તમામને અટકાયત કરી હતી અને એરગન, છરા અને ઇનોવા મળી કુલ રૂપિયા 10,49,900/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જયારે એરગન શા માટે લઈ જતાં હતા??? કોઈ ગુન્હાનો ઈરાદો હતો કે કેમ??? તે અંગે પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500