છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એક જ દિવસમાં જુદા-જુદા ઓપરેશનમાં કસ્ટમ અધિકારીઓએ રૂપિયા 32 કરોડની કિંમતનું 61 કિલો સોનું જપ્ત કર્યું હતું, એમ રવિવારે એક અધિકારીએ જણાવ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન ઓછામાં ઓછા સાત પ્રવાસીઓ 5 ઈસમો અને બે મહિલાઓની ધરપકડ કરવામાં આવી હતી. મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સનાં ઈતિહાસમાં એક જ દિવસમાં આ સૌથી વધુ જપ્તી છે, એવો તેમણે દાવો કર્યો હતો. અધિકારીએ જણાવ્યું હતું કે, પ્રથમ ઓપરેશનમાં, તાંઝાનિયાથી પરત આવેલ ચાર ભારતીય નાગરિક પાસેથી સોનાની લગડીઓ મળી આવી હતી. ખાસ ડિઝાઇન કરાયેલા બેલ્ટના ખિસ્સામાં સોનુ સંતાડવામાં આવ્યું હતું.
જોકે પ્રવાસીઓ પાસેથી બેલ્ટમાંથી યુએઈની બનેલી 53 કિલો સોનાની બંગડીઓ જપ્ત કરાઈ હતી એની કિંમત અંદાઝે રૂપિયા 28.17 કરોડ છે. દોહા એરપોર્ટ પર સુદાનનાં એક નાગરિક દ્વારા પ્રવાસીઓને બેલ્ટ આપવામાં આવ્યા હતા. આ ચાર પ્રવાસીઓની ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટ દ્વારા તેમને 14 દિવસની જ્યુડિશિયલ સ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા, એમ તેમણે જણાવ્યું હતું. એ જ રીતે કસ્ટમ્સ અધિકારીઓએ દુબઈથી આવેલા ત્રણ પ્રવાસી પાસેથી રૂપિયા 3.88 કરોડનું 8 કિલો સોનું જપ્ત કર્યું હતું.
બે મહિલાઓ સહિત ત્રણ જણ મીણનાં રૂપમાં સોનાની ધૂળ લઈ જતા હતા એમ તેમણે જણાવ્યું હતું. આ પ્રવાસીઓએ જે જીન્સ પહેર્યું હતું અને તેની કમરપટ્ટીમાં સોનું કુશળતાપૂર્વક છુપાવવામાં આવ્યું હતું. એક વૃધ્ધ મહિલા વ્હીલચેર પર હતી. આ ત્રણેયની ધરપકડ કરાઈ હતી. તેમને અદાલતી કસ્ટડી આપવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500