Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઝઘડિયા ના જરસાડ ગામ ખાતે જુગાર રમતા ૫ ઇસમો પકડાયા

  • December 19, 2022 

ઝઘડિયાના જરસાડ ગામ ખાતે જુગાર રમતા ૫ ઇસમોને હજારોના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી રાજપારડી પોલીસ બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના જરસાડ ગામ ખાતે ભાથીજીનાં મંદિર પાસે આવેલ ખુલ્લી જગ્યા પર ટોળુ વળી કેટલાક ઈસમો પત્તા-પાના વડે હાર જીત નો જુગાર રમતા હોવાની બાતમીના આધારે રાજપારડી પોલીસના કર્મીઓએ સ્થળ પર દરોડા પાડયા હતા,જે દરમિયાન ભારે નાસભાગ ના દ્રશ્યો ગામમાં સર્જાયા હતા.


પોલીસના દરોડામાં ૫ જેટલા ઈસમો જુગાર રમતા રંગે હાથ ઝડપાયા હતા રાજપારડી પોલીસે મામલે (૧)અશ્વિન બચુભાઇ વસાવા રહે,જરસાડ(૨)શનાભાઈ અંબાલાલ ભાઈ વસાવા રહે,નવી વસાહત પ્રાંકડ(૩)ઓલિયા ભાઈ ચંદુ ભાઈ વસાવા રહે,જરસાડ(૪)મહેન્દ્ર પારસંગ ભાઈ વસાવા રહે,જરસાડ (૫)દિપક ભાઈ લાલજીભાઈ વસાવા જરસાડ નાઓને ઝડપી પાડયા હતા તેમજ પોલીસના દરોડા દરમિયાન અન્ય ૬ જેટલા ઈસમો સ્થળ પરથી ફરાર થઇ ગયા હતા,રાજપારડી પોલીસે ઝડપાયેલ તમામ ઈસમો પાસેથી દાવ પરના રોકડ ૪૧૫૦ તેમજ અંગ ઝડતી ના ૬૬૮૦ સહિત મોબાઈલ ફોન મોટરસાયકલ મળી કુલ ૪૩,૩૩૦ નો મુદ્દામાલ કબ્જે કરી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથધરતા જુગારીઓમાં ફફડાટ નો માહોલ છવાયો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application