છત્તીસગઢનાં મહાસમુંદ જિલ્લામાં એક ઈંટનાં ભઠ્ઠામાં શ્વાસ રૂંધાવાથી 5 મજૂરોનાં મોત થઈ ગયા છે અને એક ઈજાગ્રસ્ત થયો છે. પોલીસ અધિકારીઓએ આ માહિતી આપી છે. અધિકારીઓએ જણાવ્યું કે, જિલ્લાનાં ગઢફૂલઝર ગામમાં ઈંટ ભઠ્ઠાની ઉપર સૂઈ રહેલા 5 મજૂરોનાં શ્વાસ રૂંધાવાથી મોત થઈ ગયા છે. તેમણે જણાવ્યું કે, પોલીસને માહિતી મળી હતી કે, મંગળવારે રાત્રે 6 મજૂરો માટીની ઈંટો પકવવા માટેના ચબૂતરા પર સૂઈ ગયા હતા અને તેમાં આગ લાગી ગઈ હતી. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, બુધવારે સવારે જ્યારે અન્ય મજૂરોએ તેમને ઉઠાડ્યા ત્યારે તેઓ ન ઉઠ્યા ત્યારે મજૂરોએ આ અંગે અન્ય ગ્રામજનો અને પોલીસને જાણ કરી હતી.
પોલીસે જણાવ્યું કે, માહિતી મળતાં જ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી અને પાંચેય મૃત મજૂરોનાં મૃતદેહો અને બીમાર મજૂરને હોસ્પિટલ મોકલી આપ્યા. પોલીસને શંકા છે કે, મજૂરોનું મોત શ્વાસ રૂંધાવાને કારણે થયું છે. તેમણે જણાવ્યું કે આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. આ તમામ મજૂરો ગઢફુલઝર ગામના રહેવાસી છે. ઘટનાને પગલે સમગ્ર ગામમાં શોકનો માહોલ છે. બસનાં પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ જણાવ્યું કે, ઘટના સમયે ઈંટોનાં ભઠ્ઠા પર મજૂરો સૂઈ રહ્યા હતા. પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે કે, જ્યાં મજૂરો સૂતા હતા તે ઈંટનાં ભઠ્ઠામાં કાચી ઈંટો પકવવાનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન ત્યાંથી નીકળતા ધુમાડાને કારણે 5 મજૂરોનાં શ્વાસ રૂંધાવાથી મોત થયા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500