અયોધ્યાનાં રામ મંદિરમાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠા તારીખ 22 જાન્યુઆરીએ યોજાવાની છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી ઉપરાંત દેશભરના લાખો શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહી પ્રાણપ્રતિષ્ઠાનો લ્હાવો મેળવી ધન્યતા અનુભવશે. મળતા અહેવાલો મુજબ રામ મંદિર પર ઐતિહાસિક ચુકાદો આપનાર સુપ્રીમ કોર્ટના 5 ન્યાયાધીશોને પણ આમંત્રણ પાઠવાયું છે. આમંત્રિતોમાં પૂર્વ મુખ્ય ન્યાયાધીશો, ન્યાયાધીશો અને ટોચના વકીલો સહિત 50થી વધુ ન્યાયશાસ્ત્રીઓનો પણ સમાવેશ થાય છે.
આમંત્રિતોમાં સૉલિસિટર જનરલ તુષાર મહેતા અને પૂર્વ એર્ટૉની જનરલ કે.કે.વેણુગોપાલનું નામ પણ સામેલ છે. રામ મંદિર-બાબરી મસ્જિદ વિવાદ પર ચુકાદો આપનાર 5 ન્યાયાધીશોમાં પૂર્વ સી.જે.આઈ. રંજન ગોગોઈ, પૂર્વ સી.જે.આઈ. શરદ અરવિંદ બોબડે, સી.જે.આઈ. ડી.વાય.ચંદ્રચૂડ, અશોક ભૂષણ અને એસ.અબ્દુલ નજીર સામેલ છે, જેમને પ્રાણપ્રતિષ્ઠા માટે આમંત્રણ મોકલાયું છે. આ ઉપરાંત આમંત્રિત મહેમાનોમાં અયોધ્યા કેસની સુનાવણીમાં સામેલ વકીલ કે.પરાસરન, હરિશંકર જૈન, વિષ્ણુ શંકર જૈન, સી.એસ.વૈદ્યનાથન, મહેશ જેઠમલાની, એસ.જી.તુષાર મેહતા, પૂર્વ એજી કે.કે.વેણુગોપાલ, મુકુલ રોહતગી સામેલ છે. આમંત્રિત ન્યાયાધીશમાં યૂયૂ લલિત, જી.એસ.ખેહર, ડી.કે.જૈન, જ્ઞાન સુધા મિશ્રા, હેમંત ગુપ્તા, ચેલમેશ્વર, રામા સુબ્રમણ્યમ, કે.જી.બાલાકૃષ્ણન, અનિલ દવે, કૃષ્ણ મુરારી, એમ.કે.શર્મા, આદર્શ ગોયલ, વી.એન.ખરેનો સમાવેશ થાય છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500