ગુજરાતના ઔદ્યોગિક પ્રદેશ કહેવાતા વાપીમાં ભયંકર આગ લાગવાની દુર્ઘટના બનવા પામી છે.અહીં એકીસાથે 5 ગોડાઉનોમાં વિકરાળ આગ ભભૂકી ઉઠી હતી.રહેણાંક વિસ્તાર પાસે હોવાથી લોકોમાં અફરાતફરીનો માહોલ બની ગયો હતો.
વાપીમાં એક ભંગારના ગોડાઉનમાં અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. જેના લીધે લોકોમાં પણ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.માહિતી પ્રમાણે આ દુર્ઘટના ભંગારના એક ગોડાઉનમાં બનવા પામી હતી.ગોડાઉનમાં અગમ્ય કારણોસર અચાનક જ આગ લાગી હતી અને થોડી જ ક્ષણોમાં આ આગ વધુ ફેલાઈ ગઈ હતી. ભંગારનો ગોડાઉન હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને આસપાસના બીજા 5 ગોડાઉન પણ એક પછી એક આ આગની ચપેટમાં આવી ગયા હતા. જેનાથી આગનું સ્વરૂપ વધુ બિહામણું થઈ ગયું હતું.
મહત્વનું એ છે કે આ ગોડાઉનો રહેણાંક વિસ્તારની એકદમ પાસે જ હોવાના લીધે આગ વધુ ફેલાઈને સીધી રહેણાંક વિસ્તારમાં અને લોકોના ઘરો સુધી ફેલાઈ ન જાય એ બાબતને લઈને લોકોમાં ચિંતાનો માહોલ છવાઈ ગયો હતો. એકીસાથે 5 ભંગારના ગોડાઉનોમાં આગ ફેલાવાના લીધે આગના ગોટેગોટા આસમાન સુધી ઉડ્યા હતા અને લોકોમાં નાસભાગ મચી ગઈ હતી.આ મામલે જો કે સૌથી મહત્વની વાત એ હતી કે ઘટનાની જાણ મળતાં જ ફાયરની 4 ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કરી દીધા હતા. ફાયર વિભાગના જવાનોએ આગ પર પાણીનો મારો ચલાવ્યો હતો અને આગને નિયંત્રિત કરવાના પ્રયાસો શરૂ કરી દીધા હતા. આ આગમાં જો કે મોટું નુકસાન થયું હોવાની સંભાવના જણાઈ રહી છે, પરંતુ સૌથી મોટી રાહતની વાત એ છે કે અત્યાર સુધી જાનહાનિની કોઈ પણ ખબર સામે આવી નથી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500