મનિષા એસ. સુર્યવંશી/તાપી : નિઝરનાં લક્ષ્મીખેડા ગામે જાહેરમાં ગેરકાયદેસર જુગાર રમતા 5 જુગારીઓને જુગાર રમતા રંગે હાથ ઝડપી પાડી તમામ વિરુધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, નિઝર પોલીસ સ્ટાફના માણસોને આજરોજ બાતમી મળી હતી કે, લક્ષ્મીખેડા ગામનાં ટાંકી ફળિયામાં ખુલ્લા વાડામાં કેટલાક ઈસમો લાઈટનાં અજવાળે ગોળ કુંડાળું વાળી ગંજી પાનાનો પૈસાવતી હાર જીતનો જુગાર રમે છે.
જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસો સ્થળ ઉઓર પહોંચી કોર્ડન કરી જુગાર રમતા જુગારીઓને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. આમ. પોલીસે સ્થળ ઉપરથી જુગાર રમવાના સાધનો સહીત તમામની અંગ ઝડપી કરતા રૂપિયા 3,880/- રોકડા તથા દાવ પરના રૂપિયા 7,150/- મળી કુલ રૂપિયા 11,030/-નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. બનાવ અંગે જુગાર રમતા ઝડપાયેલ તમામ જુગારીઓ સામે જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
જુગાર રમતા ઝડપાયેલ જુગારીઓ...
1.રમેશ જેસમિયાભાઈ વસાવે (રહે.લક્ષ્મીખેડા ગામ, ટાંકી ફળિયું, નિઝર),
2.સંજય મોહનભાઈ વળવી (રહે.લક્ષ્મીખેડા ગામ, મંદિર ફળિયું, નિઝર),
3.જીતેન્દ્ર અહમદભાઈ પાડવી (રહે.લક્ષ્મીખેડા ગામ, ટાંકી ફળિયું, નિઝર),
4.સંજય ચામુભાઈ વળવી (રહે.જામલીપાડા ગામ, તા.જિ.નંદુરબાર) અને
5.રવીન્દ્ર રવિદાસભાઈ વળવી (રહે.લક્ષ્મીખેડા ગામ, મંદિર ફળિયું, નિઝર).
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500