મહારાષ્ટ્રનાં જલંગાવમાં દૂધના ટેન્કર અને ટ્રક વચ્ચે અથડામણ થતા પાંચ કામગાર મૃત્યુ પામ્યા હતા, જ્યારે છ જણા જખમી થયા હતા. જયારે રસ્તા પર પલટી ખાઇ ગયેલા ટ્રક નીચે કામગારો દબાઇ ગયા હતા. આ બનાવને લીધે અંદાજે પાંચ કલાક સુધી વાહન વ્યવહાર ખોરવાઇ ગયો હતો. મુક્તાબાઇ નગર પોલીસે જણાવ્યું હતું કે, જલંગાવની ઘોડસગામ પાસે વહેલી સવારે ચાર વાગ્યે દૂધનું ટેન્કર રસ્તા પર પલટી ખાઇ ગયું હતું. પછી અન્ય ટેન્કર મગાવવામાં આવ્યું હતું અને તેમાં દૂધ ઠાલવવાની કામગીરી ચાલતી હતી. હાઈવે પર શ્રમિકો કામ કરતી રહ્યા હતા.
ત્યારે લાદી ભરેલી ટ્રક તેમના પર ધસી આવી હતી અને રસ્તા પર દૂધ અન્ય ટેન્કરમાં ઠાલવવાની કામગીરી કરતા શ્રમિકો આ ટ્રેક હેઠળ દબાઈ ગયા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં પવન ચૌધરી (ઉ.વ.25), ધનરાજ પાટીલ (ઉ.વ.48), ભાલચંદ્ર પાટીલ (ઉ.વ.31), ઉમેશ સોલંકી (ઉ.વ.35) અને ધનરાજ સોનાર (ઉ.વ.37)ના ઓનું સ્થળ ઉપર જ પર મોત થયું હતું. જ્યારે છ જણાને ઇજા થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવને લીધે હાઇવે પર વાહનોની લાંબી લાઇન લાગી હતી અને પાંચ કલાક સુધી વાહન વ્યવહારને અસર થઇ હતી. જોકે પોલીસે ક્રેનથી બંને વાહનને રસ્તા પરથી ખસેડી દીધા હતા આ મામલે ટ્રક ડ્રાઇવર સામે કેસ નોંધવામાં આવ્યો હતો. આ સિવાય મુંબઇ-પુણે એક્સપ્રેસ-વે પર ખંડાલા ઘાટ પાસે ટ્રેલર ચાલકે વાહન પરથી નિયંત્રણ ગુમાવ્યું હતું અને પછી ટેમ્પોને અડફેટમાં લેતા અકસ્માત થયો હતો. આ બનાવમાં ટ્રેલરના ડ્રાઇવરનું મોત નિપજ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500