Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઈસ્તંબુલ બોમ્બ બ્લાસ્ટમાં 5નાં મોત, 11 લોકો ઈજાગ્રસ્ત

  • November 14, 2022 

તુર્કીની રાજધાની ઈસ્તંબુલમાં ખતરનકા બોમ્બ બ્લાસ્ટ થયો છે. જેમાં તકસીમ સ્ક્વેરમાં ખુબ જ ભીડભાડ હતી ત્યારે અચાનક બ્લાસ્ટ થતા લોકોમાં નાસભાગ મચી ગઈ છે. તુર્કીની મીડિયાએ જાણકારી આપતા કહ્યું કે, આ બ્લાસ્ટની ઘટનામાં 5 વ્યક્તિનાં મોત નીપજ્યા છે અને 11 લોકો ઈજાગ્રસ્ત થયા છે. એમ્બ્યુલન્સ, ફાયર એન્જિન અને પોલીસની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે. જોકે હજુ સુધી વિસ્ફોટનું કારણ જાણી શકાયું નથી. સોશિયલ મીડિયા પર લોકોએ જણાવ્યું કે, આ વિસ્તારની દુકાનો બંધ કરી દેવામાં આવી છે. જયારે લોકો ઇસ્તિકલાલ એવન્યુમાં જતા-આવતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન અચાનક મોટો વિસ્ફોટ થાય છે અને ત્યાં નાસભાગ મચે છે. હાલ ઘટના સ્થળે પોલીસના કાફલા સહિતની ટીમ પહોંચી અને તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News