નીટ અને યુજીસી નેટ સહિતની પરીક્ષાઓમાં થયેલી ગરબડની તપાસ CBIને સોંપી દેવાઈ છે. આ મામલે અત્યાર સુધીમાં 25 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જેમાં બિહારથી 13, ઝારખંડથી 5, ગોધરાથી 5 અને લાતુરથી 2 આરોપી ઝડપાયા છે. પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા આરોપીઓ પર CBIએ કબજો લઈ લીધો છે. આ પરીક્ષામાં થયેલી ગેરરીતિ અંગેની ફરિયાદ ગોધરા તાલુકા પોલીસ મથકમાં 8મી મે રોજ નોંધવામાં આવી છે.
આ સમગ્ર બાબતમાં વિસ્તૃત તપાસ થઈ શકે તેવા હેતુથી ગોધરા તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલી FIRની તપાસ પણ રાજ્ય સરકારે CBIને સોંપવાનો નિર્ણય કર્યો છે. આ તપાસ દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ, 1946ની કલમ-6 અન્વયે સી.બી.આઇ.ને સોંપવામાં આવી છે. આ દરમિયાન CBI અધિકારીઓની એક ટીમ આ દિશામાં તપાસ કરવા બિહારના નવાદા પહોંચી હતી. ત્યારે બીજી ટીમ ગોધરા પહોંચી છે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે, ‘એનટીએએ પાંચમી મે 2024ના રોજ ઓએમઆર મોદમાં નીટ(યૂજી) પરીક્ષાનું આયોજન કર્યું હતું. જેમાં ગેરરિતીના આક્ષેપ બાદ ભારત સરકારના શિક્ષણ મંત્રાલયે સમીક્ષા બાદ કેસની ઉંડી તપાસ માટે CBIને સોંપવાનો નિર્ણય કર્યો છે.’
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationહવામાન વિભાગે આગામી ચાર દિવસ ગરમીને લઈને હિટવેવની આગાહી કરી
April 06, 2025