Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાજ મહલનું રક્ષણ કરો કે બંધ કરી દો અથવા પાડી દો:સુપ્રીમ કોર્ટ કેન્દ્ર અને ઉત્તર પ્રદેશ સરકારને ફટકાર લગાવી

  • July 11, 2018 

નવી દિલ્હીઃતાજમહેલને લઈને સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને ઉત્તર પ્રદેશ સરકારને ફટકાર લગાવી છે.કોર્ટે કહ્યું,તાજનું રક્ષણ કરો કે બંધ કરી દો અથવા પાડી દો.સુપ્રીમ કોર્ટે કહ્યું કે,એફિલ ટાવરને જોવા માટે 80 મિલિયન લોકો આવે છે.પરંતુ તમે લોકો તાજમહેલને લઈને ગંભીર નથી અને ન તો તમને તેની ચિંતા છે.અમારો તાજ વધુ ખૂબસુરત છે.તમે ટૂરિસ્ટને લઈને ગંભીર નથી તેથી દેશને નુકસાન થઈ રહ્યું છે.તાજમહેલને લઈને ઘોર ઉદાસીનતા છે.કોર્ટે તાજમહેલના સરંક્ષણને લઈને ઉઠાવેલા પગલાને લઈને કેન્દ્ર તથા તેના અધિકારીઓને આડે હાથ લીધો અને કહ્યું કે મુગલકાલની આ ઐતિહાસિક ઇમારતના સંરક્ષણને લઈને કોર્ટ આશા દેખાતી નથી.કોર્ટે તે વાત પર પણ નારાજગી વ્યક્ત કરી કે ઉત્તર પ્રદેશ સરકાર તાજમહેલની સુરક્ષા અને તેના સંરક્ષણને લઈે દ્રષ્ટિ પત્ર લાવવામાં નિષ્ફળ રહી છે.આ સાથે કેન્દ્રને કોર્ટે સૂચના આપી કે આ મહત્વપૂર્ણ સ્મારકના સંરક્ષણને લઈને શું પગલા ભરવામાં આવ્યા છે અને ક્યા પ્રકારની કાર્યવાહીની જરૂરીયાત છે.આ વિશે વિસ્તૃત જાણકારી રજૂ કરે. જસ્ટિસ એમબી લોકુર અને જસ્ટિસ દીપક ગુપ્તાની પીઠે કહ્યું કે,તાજમહેલના સંરક્ષણ વિશે સાંસદની સ્થાયી સમિતિના રિપોર્ટ છતાં સરકારે કોઇમ મહત્વના પગલા ભર્યા નથી.કેન્દ્રને પીઠને જણાવ્યું કે,IIT-કાનપુર તાજમહેલ અને તેની આસપાસ વાયુ પ્રદુષણના સ્તરનું નિષ્કર્ષ કરી રહ્યું છે અને ચાર મહિનામાં પોતાનો રિપોર્ટ આપશે.કેન્દ્રએ તે પણ જણાવ્યું કે,તાજમહેલ અને તેની આસપાસ પ્રદુષણના સ્ત્રોતની જાણકારી મેળવવા માટે એક વિશેષ સમિતિની રચના કરવામાં આવી છે જે આ વિશ્વ પ્રસિદ્ધ સ્મારકના સંરક્ષણના ઉપાય આપશે. પીઠે કહ્યું કે,31 જુલાઇથી તે આ મામલે દરરોજ સુનાવણી કરશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application