તાપીમિત્ર ન્યુઝ,નવસારી:નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે.સતત વરસાદને કારણે અહીંના મોટો ભાગનો વિસ્તાર બેટમાં ફેરવાઇ ગયો છે.ધોધમાર વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાઇ ગયા છે.આ ઉપરાંત શહેરની કેટલીક સોસાયટીઓમાં પાણી ભરાઇ ગયા છે.જેનાથી લોકોના ઘરોમાં પાણી ભરાઇ ગયા હતા.ઘરોમાં પાણી ભરાઇ જવાના કારણે ઘરવખરી પલળી ગઇ હતી.નવસારી અને જલાલપોરમાં સૌથી વધુ 8 ઈંચ વરસાદ ખાબક્યો છે.જ્યારે રેલવે સ્ટેશન નજીક આવેલું ગરનાળું ભરાઈ જતા બંધ કરી દેવામાં આવ્યું છે.
સતત વરસાદને કારણે સમગ્ર પંથકમાં વીજપૂરવઠો પણ ખોરવાઇ ગયો હતો.જેનાથી સ્થાનિકોને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી તેમજ સોસાયટીમાં પાર્ક કરેલા વાહનો પણ પાણીમાં ડૂબી ગયા હતા સતત વરસાદને કારણે જિલ્લા કલેકટર દ્વારા શાળાઓમાં પણ રજા જાહેર કરી દેવામાં આવી હતી. આ ઉપરાંત રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતા.રસ્તાઓ પાણી ભરાઇ જવાના કારણે લોકોને અવરજવર માટે ભારે મુશ્કેલી વેઠવી પડી હતી. વાહનચાલકોને વાહન ચલાવવામાં પણ ભારે મુશ્કેલી પડી હતી.ત્યારે સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે તંત્ર દ્વારા કોઇ મદદ કરવામાં આવી નથી જેનાથી સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. તેમજ સતત વરસાદથી લોકોને જીવન જરૂરિયાત ચીજવસ્તુ માટે પણ ભારે હાલાકી ભોગવી પડી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application