ઉકાઇ ડેમના ઉપરવાસમાં આજે પણ સાર્વત્રિક વરસાદને પગલે ઇનફલો ૪૯,૪૮૨ હજાર ક્યુસેક સુધી પહોંચ્યો છે. એકધારા પાણીની આવકને પગલે ઉકાઇ ડેમની સપાટી સોમવારે રાત્રે આઠ વાગ્યા સુધીમાં ૩૩૨.૪૫ ફુટને વટાવી ચુકી છે. જ્યારે કાકરાપાર ડેમની સપાટી ૧૫૫.૪૦ ફુટ નોંધાવા પામી છે.
આ ઉપરાંત તાપી નદીમાં ઉપરવાસમાં આવેલા કેચમેન્ટ વિસ્તારમાં હથનુર ડેમ ની સપાટી ૨૧૦.૮૩ મીટર નોંધાઇ છે. હથનુર ડેમમાંથી ૨૦,૬૯૫ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવ્યું છે ત્યારબાદ પ્રકાશા બેરેજની સપાટી ૧૦૮.૭૦ નોંધવામાં આવી છે અને બેરેજમાંથી ૪૬.૮૧૭ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે .
આ પાણીનો જથ્થો હાલ ઉકાઈ ડેમમાં ઠાલવાઈ રહ્યો છે જેથી ઉકાઈ ડેમની સપાટીમાં વધારો નોંધાઈ રહ્યો છે. અલબત્ત, ઉકાઇ ડેમમાંથી હાલ માત્ર ૬,૨૦૯ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જેની સીધી અસર કોઝવેની સપાટી પર જોવા મળી છે. કોઝવેની આજે રાત્રે આઠ વાગ્યે સપાટી ૫.૩૯ મીટર નોંધાવા પામી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500