Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ખાનગી હોસ્પિટલો દ્વારા કરવામાં આવતા બિન જરૂરી ટેસ્ટ ગુનાહિત કૃત્ય:સુપ્રીમ કોર્ટ

  • July 11, 2018 

નવી દિલ્હી:સુપ્રિમ કોર્ટે ખાનગી હોસ્પિટલોની મનમાની પર લાલ આંખ કરતા ખોટા રીપોર્ટો અને બીન જરૂરી ટેસ્ટને ગુનાહિત કામ ગણાવ્યુ છે,કોર્ટે કહ્યુ હતુ કે તેઓ શું કરી રહ્યા છે તે તેમણે વિચારવુ જોઇએ શુ આ ગુનાહિત કામ નથી ? તેમના પર કોઇ કાર્યવાહી નથી થતી એટલે તેઓ આ જવાબદારી માંથી છટકી શકે? હવે જેમણે આ પ્રણાલીને સડાવી નાખી છે તેમની જવાબદારી નક્કી  કરીને આરોપીઓને સજા કરવાનો સમય આવી ગયો છે. જસ્ટિસ અરૂણ મિશ્રા અને જસ્ટિસ યુ.યુ.લલીતની બેંચે સોમવારે  એક ચુકાદામાં કહ્યુ હતુ કે  આજકાલ હોસ્પિટલો ફાઇવસ્ટાર  સુવિધાઓ આપી રહ્યા છે,સારવાર આખી સીસ્ટમ નફો મેળવવા પર કેન્દ્રિત થઇ ગઇ છે,આ સુવિધાઓનો  બોજ ઉપાડવો  મુશ્કેલ બની ગયો છે.ઘણીવાર જે સગવડો અપાય છે તેના કરતા ઘણા વધુ પૈસા વસુલવામાં  આવે છે.કોર્ટે ખાનગી  હોસ્પીટલોને જમીનના બદલામાં ગરીબોને મફત સારવારના  કેસમાં આપેલ ૧૨૪ પાનામાં વિસ્તૃત ચુકાદામાં  એમ પણ કહ્યુ કે દિલ્હી,ગુંડગાવ અને આજુબાજુની બધી હોસ્પીટલો માટે આત્મમંથનનો સમય આવી ગયો છે,જેઓ ખોટા રિપોર્ટ તૈયાર કરે છે.અને બીન જરૂરી ટેસ્ટ કરાવવાનુ પણ ચુકતા નથી.હ્રદયની  અંદરની બહારની તપાસમાં તેમની આજ પધ્ધતી હોય છે,મેડિકલ બિઝનેશ કમાણીનો ધંધો કોર્ટે ચુકાદામાં લખ્યુ છે કે મેડીકલ પ્રોફેશનને કયારેય પણ શોક્ષણ કે પૈસા કમાવવાનો ધંધો નહોતો માનવામાં આવતો કેમ મે ડોકટર ને ભગવાન માનવામાં આવે છે,દરેક  ચીઠ્ઠી Rx અક્ષરોથી શરૂ  થાય છે,જેનો અર્થ ખર્ચનુ બિલ એવો બિલકુલ નથી.કોર્ટે કહ્યુ કે રાષ્ટ્રિય હોવાનો મતલબ એવો નથી કે તે નૈતિક બંધનો થી પર છે,તેમણે તે કોઇ પણ કિંમતે જાળવી રાખવાના છે ભલે તેમને ગરીબોને આર્થિક મદદ પણ કરવી પડે દિલ્હી સરકાર પાસેથી રીપોર્ટ મેળવાયો સરકાર આ ગરીબોના મફત ઈલાજ કરવાના પરિપત્રને યોગ્ય ઠેરવતા અદાલતે કહ્યુ કે,જ્યારે સરકારી જમીન પરમાર્થના ઉદેશ થી હોસ્પીટલ ચલાવવા માટે મેળવાઇ હોય તો સરકારને આ નિયમો લાગુ કરવાનો પુરો હક્ક છે.કોર્ટે કહ્યુ કે દિલ્હી સરકારને  આદેશ આપવામાં આવે છે કે મફત ઈલાજ નુ પાલન કરવા બાબતે હોસ્પીટલો પાસેથી વાર્ષિક રીપોર્ટ મેળવે.(સાંકેતિક તસ્વીર)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application