Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજપીપલાના ખામર પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત:૪ જણાના મોત,એક નો આબાદ બચાવ  

  • February 03, 2018 

◆રાજપીપળાના પાંચ મિત્રો નેત્રંગ ફરવા અર્થે ગયા હતા,પરત ફરતા મોડી રાત્રી સમયે થયો અકસ્માત  ◆બે ના ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત,બેના વડોદરા સિવિલ મા લઈ જતા મોત નિપજ્યા  તાપીમિત્ર ન્યુઝ,રાજપીપળા : રાજપીપલા નજીક ખામર પાસે કાર અને ટ્રક નો ગમખ્વાર અકસ્માત સર્જાયો જેમા બે ના ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત થયા હતા જ્યારે બેના વડોદરા સિવિલમા લઈ જતા મોત નિપજ્યા આમ કુલ ૪ ના મોત થયા હતા અને એક નો આબાદ બચાવ થયો હતો.રાજપીપળા પોલિસે ઘટના સ્થળ પર પહોચી અકસ્માત ગુનો નોધી તપાસ હાથ ધરી, ટ્રક ચાલક ફરાર થઈ ગયો.  રાજપીપળાના પાંચ મિત્રો નેત્રંગ કામ આર્થે ગયા હતા,પરત ફરતા મોડી રાત્રીના થયો અકસ્માત  ઘટના સ્થળે મૃત્યુ પામેલા બે પૈકી ( ૧) વિજય છત્રસિંહ પરમાર (૨) સ્નેહલ અરવિંદ વસાવા જયારે બરોડા ખાતે મોતને ભેટેલા માં (૧) પવન પ્રતાપ નાઈ અને (૨) ધર્મેશ ખુમાનસિંહ વસાવા અને આ અકસ્માત માં મીત રમણ વસાવા નો આબાદ બચાવ થયો હતો પોલીસે અકસ્માત નો ગુનો નોંધી વધુ તપાશ હાથ ધરી છે 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application