મુંબઈ:દેશના વાણિજ્ય પાટનગર ગણાતા મુંબઈના જુદાજુદા ભાગોમાં ભારે વરસાદ થયો હતો.જેના લીધે જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું હતું.થાણે,કલ્યાણ,નવી મુંબઈના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થઈ ગયા હતા.ઉપનગરીય રેલ સેવા પણ ખોરવાઈ ગઈ હતી.ભારે વરસાદ વચ્ચે કલ્યાણ-ડોંબીવલી ક્ષેત્રમાં ખાડાવાલી નદી માંથી બે વણઓળખાયેલા મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે મુંબઈના ઘાટકોપરમાં વીજ થાંભલાના કરંટથી એક મહિલાનું મોત થયું છે.વસઈમાં ૪૦ લોકો અટવાયા હોવાના પણ સમાચાર મળ્યા છે.કેટલાક લોકોને ગુમ થવા હોવાનું પણ દર્શાવવામાં આવ્યા છે. મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે.મલાડ,બોરીવલી,પોવાઈ,ભાંડુપ અને થાણેના જુદાજુદા ભાગો તથા કલ્યાણમાં ભારે વરસાદ થયો હતો.હવામાન વિભાગે માહિતી આપતા કહ્યું છે કે ભારેથી અતિ ભારે વરસાદનો દોર જારી રહી શકે છે.છેલ્લા ચોવીસ કલાકમાં શાંતાક્રુઝ અને કોલાવામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે.મળેલી માહિતી મુજબ વિઠલવાડી અને કલ્યાણ વચ્ચે ટ્રેક ઉપર પાણી ફરી વળતા ટ્રેન સેવાને રોકી દેવાઈ છે.બદલાપુર અને કલ્યાણ વચ્ચે ટ્રેન સેવાને થોડાક સમય માટે રોકી દેવામાં આવી હતી. સેન્ટ્રલ રેલવેએ માહિતી આપતા કહ્યું છે કે,થોડાક સમય સુધી લોકલ ટ્રેનને બંધ રાખવામાં આવ્યા બાદ ટ્રેન સેવા ફરી શરૂ કરી દેવામાં આવી છે પરંતુ સેન્ટ્રલ રેલવે દ્વારા લાંબ અંતરની અનેક ટ્રેનોને ડાયવર્ટ કરી દીધી છે.કેટલીક ટ્રેનો રદ પણ કરાઈ છે.અત્રે નોંધનિય છે કે ભારે વરસાદના કારણે અંધેરીમાં સ્ટેશનનો એક હિસ્સો ધરાશાયી થયાના ત્રણ દિવસ બાદ વરસાદ થયો હતો.નીચાણવાળા વિસ્તારો જળબંબાકર થઈ ગયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application