Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

યુએસમાં બરફના તોફાનને કારણે 4700 ફલાઇટ રદ

  • January 05, 2022 

અમેરિકામાં એક તરફ કોરોનાના કેસો વધી રહ્યાં છે અને બીજી તરફ બરફના ભારે તોફાનને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. દેશમાં લોકડાઉન જેવી સ્થિતિ થઇ ગઇ છે. અમેરિકાના કેટલાક રાજ્યોમાં ભારે બરફ વર્ષાને કારણે લોકો ઘરની બહાર નીકળી ન શકતા જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. બરફના તોફાનને કારણે કેટલાક રાજ્યોમાં શાળાઓ અને ઓફિસો બંધ કરવાની ફરજ પડી છે. વોશિંગ્ટનમાં પણ સરકારી ઓફિસો અને શાળાઓ બંધ રાખવાની ફરજ પડી છે. કોલંબિયા, ઉત્તર વર્જિનિયા અને સેન્ટ્રલ મેરીલેન્ડમાં ૧૦ ઇંચ બરફ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. અમેરિકાના દક્ષિણ પૂર્વ અને મધ્ય એટલાન્ટિક વિસ્તારમાં સૌથી ખરાબ સ્થિતિ છે. બરફ વર્ષા અને ઝડપી પવનોને કારણે લોકોને ઘરમાં પૂરાઇ રહેવાની ફરજ પડી છે. આ વિસ્તારોમાં સ્થિતિ એટલી હદે ખરાબ છે કે અહીં તમામ ફલાઇટો રદ કરી દેવામાં આવી છે અને હજારો ઘરોમાં વીજ પુરવઠો ઠપ થઇ ગયો છે.નેશનલ વેધર સર્વિસના જણાવ્યા અનુસાર, મધ્ય એટલાન્ટિક ક્ષેત્રમાં બરફના તોફાનને કારણે ચારથી આઠ ઇંચ બરફ પડયો હતો અને ૬૪ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. ભારે બરફ વર્ષાને કારણે અમેરિકાની રાજધાની વોશિંગ્ટનમાં પણ ચારે બાજુ બરફ જ જોવા મળી રહ્યો છે. જેના કારણે કાર ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. વોશિંગ્ટનમાં ભારે બરફને કારણે અમેરિકાના પ્રમુખ જો બાઇડેનના હેલિકોપ્ટરને પણ લેન્ડ થવામાં મુશ્કેલી પડી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application