તાપીમિત્ર ન્યુઝ,રાજપીપલા:નર્મદા જિલ્લા ના ગરુડેશ્વર તાલુકા ના ઉંડવા ગામના ખેડૂતો હવે તંત્ર એ કેલી છેતરપિંડી થી વિફ્યા છે અને નર્મદા નિગમે ઉંડવા ગામના ખેડૂતો સાથે ફરી એક વાર છેતરંડી કરી હોય તેવા આક્ષેપ અહીંના ખેડૂતો કરી રહ્યા છે ,પાંચ દિવસના આંદોલન બાદ ઊડવા ગામ ની માયનોર કેનાલ માં એક દિવશ પેહલા સવારે પાણી છોડાયું બાદમાં સાંજે ફરી બંધ કરાયું હોય પાણી વગર ખેડૂતો ને ભારે નુકશાન થતુ હોય અને ૨૦-૨૦ વર્ષ સુધી કેનાલોમાં પાણી ન છોડાતા આખરે કંટાળેલા ખેડૂતો મુખ્ય કેનાલમાં બકનળી નાખીને પાણી લેતા હતા ત્યારે તેને પણ અટકાવવા નિગમે ખેડૂતોને નોટિસ આપ્યા બાદ ખેડૂતો ભડકયા હતા અને ૪ દિવસ સુધી સતત કેનાલ પર ચક્કાજામ કર્યા બાદ મીડિયામાં અહેવાલો પ્રસારિત થયા બાદ નર્મદા નિગમે ઉંડવા માઇનોરમાં પાણી છોડ્યા હતા તેથી ખેડૂતો ભારે ખુશ થયા હતા અને મુખ્ય કેનાલ માં લગાવેલી બક નળી કાઢી નાખી હતી .જો કે આ ખુશી જાજી ટકી ન હતી અને આ પાણી માઇનોર કેનાલ મારફતે ખેડૂતોના ખેતરમાં પહોંચે તે પહેલાં જ પાણી બંધ કરી દેવાયા હતા.જેથી ખેડુતો ખિજાયા હતા ત્યારે આજે આ ખેડૂતો એ ઊંઘતા તંત્ર ને જગાડવા તેમના પરીવાર સહીત ગામ માં થાળી વેલણ વગાડી પાણી આપો ના નારા સાથે ગામ ગજવ્યું હતું અને આંદોલન ચાલુ રહેશે ની વાત કરી હતી ત્યારે તંત્ર હવે ખેડુતો માટે નવો કયો પેતરો અજમાવશે અને તેના થી ખેડૂતોને કેટલો સંતોષ થશે એ જોવું રહ્યુ.હાલ તો પાણી માટે ખેડૂતો તંત્ર સામે લડી લેવાના મૂડ માં જણાય રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application