તાપીમિત્ર ન્યુઝ,વાલોડ:વાલોડના પુલફળિયા વિસ્તાર માંથી સોશિયલ મીડિયા મારફત વોટ્સઅપ ગૃપ બનાવી કમીશન પર જુગારનો ધંધો ચલાવતા એક જુગારીને રોકડ રકમ સહિત રૂપિયા 1,17,900/-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં તાપી જિલ્લા પોલીસને ભારે સફળતા મળી છે,જેમાં મુખ્ય સુત્રધાર સિકંદર શેખ સહિત કુલ પાંચ જણાને ભાગેડુ ઘોષિત જાહેર કરવામાં આવ્યા છે.
તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં પુલફળિયા વિસ્તાર માંથી સોસિયલ મીડિયા મારફત જુગાર રમાડવાનું સૌથી મોટું રેકેટ ઝડપી પાડવામાં તાપી જિલ્લા એલસીબી પોલીસને ભારે સફળતા મળી છે.તાપી જિલ્લાના એસપી એન.એન.ચૌધરી સાહેબના સુપરવિઝનમાં દારૂ જુગારના કેશો કરવા માટે સુચના આપેલ હોય,જેના અનુસંધાને જિલ્લા એલસીબી-તાપીના પીઆઈ એન.જે,બિરાડે અને સ્ટાફના જવાનો તા.5 જુલાઈ નારોજ વાલોડ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા.તે સમયે હેડ કોન્સટેબલ ઉત્તમભાઈ ખંડુભાઈને મળેલ બાતમીના આધારે હેડકોન્સટેબલ રાજેન્દ્રભાઈ અને પોલીસ કોન્સટેબલ અનીલભાઈ અને વાલોડ પોલીસ ખાતાના જવાનોને સાથે રાખી પુલફળિયામાં રેડ કરી હતી જેમાં શાહીદ શકીલ શેખ રહે,ઈદગાહ ફળિયું-વાલોડ ને પકડી પાડી પૂછપરછ કરતા તેના પાસેથી મળી આવેલ એક મોબાઈલ ફોનમાં વોટસઅપ ગૃપ બનાવી કલ્યાણ બજાર,મિલન બજાર તથા ટાઇમ બજાર ના મુંબઈ થી નીકળતા અંકો ઉપર પૈસા વતી લગાઈ લઇ હારજીતનો જુગાર રમાડતો હોવાનું પોલીસ તપાસમાં બાહર આવ્યું હતું,જયારે વરલી મટકાનો જુગાર રમાડવા માટે સિકંદર ગુલામ શેખ રહે,ગોલીબાર ટેકરા-વાલોડ વિસ્તારમાં રહેતો શખ્સ શાહીદ શેખ ને કમીશન આપતો હોવાનું જાણવા મળ્યું હતું,પકડાયેલા જુગારી પાસેથી મળી આવેલ ફોનમાં તપાસ કરતા એક વોટ્સઅપ ગૃપમાં વરલી મટકાના અંકો લખેલા મળી આવ્યા હતા,ગૃપમાં જુગાર રમનાર શખ્સોના મોબાઈલ નંબરોના આધારે તપાસ કરતા(1)અતુલભાઈ રહે-બારડોલી(2)મુકલા રહે,શિકેર(3)નાનકો રહે,કણજોડ(4)રસીદ રહે,પાદરફળિયું-વાલોડ, એરિયાના હોવાનું જાણવા મળતા મુખ્ય સુત્રધાર સિકંદર શેખ સહિત પાંચ જણાને પોલીસ ચોપડે ભાગેડુ ઘોષિત જાહેર કરવામાં આવ્યા છે.પકડાયેલા જુગારી પાસેથી રોકડ રૂપિયા 72,900/-,અને એક મોબાઈલ ફોન જેની કિંમત રૂ.10,000/-,તેમજ એક નંબર પ્લેટ વગરની બ્લ્યુ કલર-માઈસ્ટ્રો ગાડી જેની કિંમત રૂ.35,000/-,મળી કુલ રૂપિયા 1,17,900/-નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.ભાગેડુ આરોપીઓને શોધવા માટે પોલીસે ચક્રોગતિમાન કર્યા છે,આગળની વધુ તપાસ એલસીબી-તાપી પોલીસ કરી રહી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500