તાપીમિત્ર ન્યુઝ,સોનગઢ:સોનગઢ નગરમાં નકુચો તોડી ચોરી કરવાના બનાવો સામાન્ય થઈ ગયા છે,અજાણ્યાં ચોરટાએ એક વધુ ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે.પારેખ ફળીયા માં આવેલ કોથળા/બારદાન ના એક ગોડાઉન માંથી રૂપિયા 1.20 લાખ મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હોવાની ઘટના પોલીસ ચોંપડે નોંધાઇ છે.
સોનગઢના પારેખ ફળીયામાં શંકર ભગવાન ના મંદિર સામે તા.4 જુલાઈ નારોજ અશ્વિનભાઈ વામનલાલ શાહ ના મકાનમાં બનાવવામાં આવેલ બારદાનના ગોડાઉનના પાછળના દરવાજા ઉપરની લોખંડના સળિયા વાળી જાળી કોઈ ચોર ઇસમે તોડી ગોડાઉનમાં પ્રવેશ કરી દિવાર સાથે ફિટ કરેલ લાકડાના કબાટનો નકુચો કોઈ સાધન વડે તોડી તેમાં મુકેલ સફેદ કલરની થેલી માંથી રૂપિયા 1,20,000/-ની મત્તાની ચોરી થઈ હોવાની ફરિયાદ ભેરૂસિંગભાઈ ગોબરસિંગભાઈ રાજપુરોહિત નાએ કરી હતી.જેમની ફરિયાદ ને આધારે અજાણ્યાં ચોરટાઓ વિરૂધ્ધ ગુન્હો રજીસ્ટર કરી તેમને શોધવા માટે ચક્રોગતિમાન કર્યા છે,અહીં આપને જણાવી દઈએ છીકે,સોનગઢ-રેલવે સ્ટેશન માર્ગ પર આવેલ સાંઈ ટાઉનશીપ સોસાયટીના મકાન માં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો નથી ત્યાં ચોરીની વધુ એક ઘટના સામે આવી છે જેને લઈ પોલીસની કામગીરી સામે અનેક સવાલ ઉભા થાય છે.આગળની વધુ તપાસ pc વિપુલભાઈ કરી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application