લખનૌ:એક વ્યકિત પૈસા લઈ પત્નીને અન્ય પુરુષ સાથે સેકસ માટે મોકલવા માગતો હતો પણ પત્નીએ તેની આ વાતનો વિરોધ કરતા તેણે કથિત પણે પત્નીના માથે અસ્ત્રો ફેરવી દીધો હોવાની ઘટના સામે આવી છે,આ ઘટના શાહજહાનપુર ગામના નિગોહી વિસ્તાર ની છે.આરોપીને મંગળવારે અરેસ્ટ કરી લેવાયો છે.
પોલીસના જણાવ્યા અનુસાર આરોપી અશોક કુમાર (ઉ.વ.૩૨) ગેરકાયદેસના દારૂ બનાવવાના ધંધા સાથે સંકળાયેલો છે અને અગાઉ પણ અરેસ્ટ થઈ ચૂકયો છે.સૂત્રોએ જણાવ્યું કે,સોમવારે ખુશ્બુ દેવી (ઉ.વ.૨૮)એ પોલીસ સ્ટેશન આવી તેના પતિ અને દિયર વિરુદ્ઘ ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદીએ કહ્યું કે,તેમણે તેના જમવામાં નશીલી દવા ભેળવી દીધી અને જયારે તે બેભાન થઈ ગઈ તો તેની માથાના વાળા ઉતારી લીધા. મહિલાની ફરિયાદના આધારે અશોક કુમાર અને તેના ભાઈ મનોજ પર IPCની કલમ ૩૨૩, ૩૨૮ અને ૫૦૯ અંતર્ગત કેસ નોંધી અરેસ્ટ કરવામાં આવ્યા છે.સૂત્રો અનુસાર,ખુશ્બુ ૯ વર્ષ પહેલા અશોક સાથે પરણી હતી. તેમને બે બાળકો છે.ફરિયાદી મહિલા અનુસાર,'રવિવારે હું મારી બહેનના ઘરેથી પાછી આવી ત્યારે મારા પતિએ મને મારું શરીર વેચી રૂપિયા કમાવાનું કહ્યું.હું તેમની વાત ફગાવી બીજા રૂમમાં જતી રહી.બીજા દિવસે સવારમાં જયારે હું ઊઠી ત્યારે મારા બાળકોએ મને કહ્યું કે,રાત્રે જમ્યા પછી હું બેભાન થઈ ગઈ હતી અને પતિ તથા દિયરે મળી મારા વાળ કાપી લીધા હતા.(સાંકેતિક તસ્વીર)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application