નવી દિલ્હી:માનસિક તણાવ અને પારિવારિક કારણોથી આત્મહત્યા કરનારા સૈનિકોના પરિવારજનોને હવે પેન્શન જેવી સુવિધાથી વંચિત રાખવામાં નહી આવે.તેમના પરિવારજનોને નક્કી નિયમો હેઠળ પારિવારિક પેન્શન આપવામાં આવશે. ત્રણેય સેનાઓ માં આ નવા નિયમોને લાગુ કરી દેવાયા છે.સૈન્ય બળોના સખત નિયમો હેઠલ અત્યાર સુધી આપઘાતના મામલામાં પરિવારજનોને પારિવારિક પેન્શન આપવામાં આવતું નહોતું કેમ કે તેનાથી સૈનિકોનો પ્રભાવ સૌથી વધુ પ્રભાવિત થતો હતો અને મોટાભાગના કેસમાં યુવાવસ્થામાં જ આવા મામલા બનતા હતા.
રક્ષા મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર ગત વર્ષે માનસિક રોગ અધિનિયમ બન્યા બાદ આપઘાતને અપરાધના દાયરા માંથી હટાવી દેવામાં આવ્યો છે.ત્યારબાદ પણ અનેક નિયમોમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે.આ જ શ્રેણીમાં સૈન્ય દળોમાં આપઘાત કરનારા સૈનિકોના પરિવારજનોને પણ રાહત આપવામાં આવી છે.તેના પરિવારજનોને પેન્શન અને અન્ય સુવિધાઓ એ જ પ્રકારે મળતી રહેશે જેવી રીતે સામાન્ય મૃત્યુમાં મળતી હોય.માનસિક તણાવને કારણે સેનાઓ માં દર વર્ષે આત્મહત્યાના અનેક મામલા સામે આવે છે.ઉપરથી પરિવારજનોને ત્યારે બેવડો માર પડે છે જ્યારે તેમને પેન્શનનો લાભ નથી મળી શકતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application