તાપીમિત્ર ન્યુઝ,સુરત:સુરત શહેરમાં સતત બીજા દિવસે વરસાદ યથાવત રહ્યો છે.વહેલી સવારથી પવન સાથે ધોધમાર વરસી રહેલા વરસાદને કારણે લોકોને નોકરી ધંધામાં જવામાં અનેક મુશ્કેલીઓ પડી રહી છે.મહાનગર પાલિકાએ તમામ તંત્રોને એલર્ટ કરી દીધાં છે.આ ઉપરાંત એનડીઆરએફની ટીમને પણ તૈનાત કરવામાં આવી છે.
સુરત શહેરમાં ગઇકાલે 6 કલાકમાં 5 ઈંચ વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતાં.જ્યારે રોડ પર ઠેર-ઠેર પાણી ભરાવવાના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.શહેરના ગરનાળા બીજા દિવસે પણ પાણીમાં ગરકાવ છે.વરસાદી પાણી ઠેરઠેર ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને કારણે એલર્ટ જાહેર કરી દેવામાં આવી છે.વિવિધ સ્થળે મોનીટરીંગ ટીમો મુકવામાં આવી છે.દરિયા કિનારેના સ્થળે જેવા કે વલસાડ,સુરત,નવસારીમાં ખાસ કંટ્રોલ રૂમ બનાવી દેવમાં આવ્યાં છે.મહાનગર પાલિકાના તમામ કર્મચારીની રજા કેન્સલ કરવામાં આવી છે અને કંટ્રોલ રૂમ ન છોડવાનું કહેવામાં આવ્યું છે.તમામ શાળા સંચાલકોને કલેક્ટર દ્વારા કહેવામાં આવ્યું છે કે જો તમારા વિસ્તારમાં ભારે કે અતિભારે વરસાદ થાય તો તમે જાતે નક્કી કરીને જ શાળાના બાળકોને રજા આપવી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application