Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નવસારી જિલ્લામાં ભારે વરસાદ:તંત્રએ ગણદેવીના 26 ગામોને એલર્ટ કર્યા

  • July 05, 2018 

તાપીમિત્ર ન્યુઝ,નવસારી:નવસારી જીલ્લામાં છેલ્લા કેટલાંક દિવસથી વરસી રહેલા ભારે વરસાદને કારણે નદીઓ છલકાઈ રહી છે.તેવામાં ઉપરવાસમાં ભારે વરસાદથી જીલ્લાની અંબિકા,કાવેરી અને પૂર્ણા નદીની જળ સપાટી વધવાની શક્યતા તંત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.જેને લઇને ગણદેવી તાલુકાના કાંઠા વિસ્તારના 26 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.જેમાં ખાસ કરીને ઘોલ, ભાઠા, બીગરી, પોંસરી, દેસરા, વાઘરેચ અને ભેંસલા ગામના લોકોને વધુ સાવચેત રહેવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application