તાપીમિત્ર ન્યુઝ,આહવાઃડાંગ જિલ્લાની આરોગ્ય વિભાગની ડીસ્ટ્રીક્ટ એડવાઇઝરી કમિટિની એક બેઠક, તાજેતરમાં મહિલા સામખ્યના ઍડવોકેટ અને કમિટિના ચેરમેન શ્રીમતી સુનિતાબેન બાગુલના અધ્યક્ષપદે યોજાઇ ગઇ.જેમાં અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.મેધા મહેતા સહિત કમિટિ મેમ્બરો એવા સામાજિક કાર્યકર શ્રી ગાંડાભાઇ પટેલ માહિતી ખાતાના પ્રતિનિધિ સહિત જિલ્લાના ગાયનેકોલોજીસ્ટ વિગેરેએ ઉપસ્થિત રહી, મુદૃાવાર ચર્ચા વિચારતા હાથ ધરી હતી.
દરમિયાન ગત બેઠકની કાર્યવાહી નોંધને બહાલી આપ્યા બાદ સોનોગ્રાફી મશીનના વેરીફિકેશન બાબતે કરવાની કાર્યપદ્ધતિની વિસ્તૃત ચર્ચા હાથ ધરવામાં આવી હતી.જિલ્લામાં સ્ત્રી ભૃણ હત્યાના એક પણ કેસ ન બને તે માટે સૌને સહિયારી સંવેદના અને જવાબદારી અદા કરવાનો એક મત પણ આ બેઠકમાં સધાયો હતો. અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.મેધા મહેતાએ કમિટિ મેમ્બરોને નવા વર્ષની શુભકામના સાથે સ્મૃતિભેટ પણ અર્પણ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application