નવીદિલ્હી:નવી દિલ્હી-મોબાઈલને કારણે અનેક દુર્ઘટનાઓ થતી હોય છે.તાજેતરમાં ચેન્નાઈમાં એક સ્માર્ટફોન ચાર્જરમાં વિસ્ફોટ થવાને કારણે 90 વર્ષીય વૃદ્ઘ અને તેમની 60 વર્ષીય દીકરીએ જીવ ગુમાવ્યો છે.આ ઘટના ચેન્નાઈના તામ્બરમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થઈ છે.
મીડિયા રિપોર્ટ અનુસાર,હબીબ મોહમ્મદ(ઉ.વ.90) અને તેમની દીકરી મહરુમિશા(ઉ.વ.60)એ લોકલ માર્કેટ માંથી એક જૂનું ચાર્જર ખરીદી કર્યું હતું.દુર્ઘટનાનો શિકાર બનેલા પિતા-પુત્રી ફ્રૂટ વેચતા હતા અને પ્રાપ્ત જાણકારી અનુસાર બંને વાલ સોકેટમાં ફોન ચાર્જમાં મુકીને સુઈ ગયા હતા.તેમણે રૂમમાં મચ્છર ભગાવવા માટેની કોઈલ પણ મુકી હતી.પહેલા કોઈલને ઘટનાની જવાબદાર માનવામાં આવતી હતી,પરંતુ પછીથી ખબર પડી કે તેને ઘટના સાથે કોઈ લેવા-દેવા નથી.રિપોર્ટ અનુસાર,બંને જણાને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા જયાં 90 વર્ષીય હબીબે સવારે અંતિમ શ્વાસ લીધા.જયારે તેમની દીકરીએ મૃત્યુ પહેલા પોલીસને આ ઘટના વિષે નિવેદન પણ આપ્યુ હતું.તામ્બરમ પોલીસ સ્ટેશન દ્વારા લેવામાં આવેલા નિવેદન અનુસાર,આગ લાગવાને કારણે સ્માર્ટફોનમાં વિસ્ફોટ થયો હતો.પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે. પોલીસે લોકોને ચેતવણી આપવા માટે એક અલગ એડવાઈઝરી પણ જાહેર કરી છે,જેમાં લોકોને સ્માર્ટફોન ઓવરચાર્જ કરવાના રિસ્ક વિષે જણાવવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application