Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી:યુવકને ઝેરી સાપે ડંખ માર્યો:યુવક સારવાર હેઠળ

  • July 04, 2018 

તાપીમિત્ર ન્યુઝ,વાલોડ:વાલોડ તાલુકાના વેડછી ગામમાં મહેન્દ્રભાઈનું ફળીયામાં રહેતા મયંકભાઈ ચંદ્રકાંતભાઈ ચૌધરી(ઉ.વ.21)ને તા.2 જુલાઈ નારોજ બપોરના સમયે 3:30 કલાક ના અરસમાં પોતાના ઘરની પાછળ આવેલ વાડાના ભાગે કચરો સાફ કરતા હતો,તે સમય દરમિયાન જમણા હાથના આંગળીના ટેરવા ઉપર કોઈ ઝેરી સાપે ડંખ માર્યો હતો,જેથી પ્રથમ સારવાર અર્થે CHC-વાલોડ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો,ત્યારબાદ વધુ સારવાર માટે જનરલ હોસ્પિટલ વ્યારા ખાતે ખસેડવામાં આવ્યો હતો,બનાવ અંગે વાલોડ પોલીસ મથકે મયંક ચૌધરીએ જાણ કરતા,પોલીસ ચોપડે જાણવા જોગ બનાવ રજીસ્ટર કરવામાં આવ્યો છે.આગળની વધુ તપાસ અહેકો ધર્મેશભાઈ રમેશચંદ્ર કરી રહ્યા છે.(સાંકેતિક તસ્વીર)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application