Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી:છોકરા ઉપાડી જતો હોવાના વહેમમાં લોકોએ એક જણા ને પકડી પાડ્યો:પોલીસ તપાસમાં નશાખોર નીકળ્યો

  • July 04, 2018 

તાપીમિત્ર ન્યુઝ,કુકરમુંડા:છોકરા ઉપાડી જતો હોવાના વહેમમાં આજરોજ એક શખ્સને લોકોએ પકડી પાડી પોલીસના હવાલે કર્યો હતો.જોકે પોલીસ તપાસમાં નશાખોર શખ્સ નીકળ્યો હોવાનું જાણવા મળ્યું છે,હાલ નશાખોર શખ્સને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે, બાળકો ઉપાડી લઇ જતો હોવાના વહેમમાં આજરોજ કુકરમુંડા વિસ્તારમાં ગામના લોકોએ એક શખ્સને પકડી પાડી પોલીસના હવાલે કર્યો હતો,પોલીસ તપાસ શરૂ કરે તે પહેલા સમગ્ર પંથકમાં બાળક ઉપાડનાર પકડાયો હોવાની અફવાએ જોર પકડી લીધું છે.દરેક વ્યક્તિ એકબીજા ને પૂછી રહ્યો છે અને ખાતરી કરી રહ્યો છે કે ખરેખર શું છે.ગામ લોકોએ આજરોજ છોકરા ઉપાડી જતો હોવાના વહેમમાં કુકરમુંડા આઉટપોસ્ટ પોલીસ સ્ટેશનમાં એક શખ્સને પકડી લાવ્યા હતા,સમગ્ર પરિસ્થિતિ થી વાકેફ પોલીસે શખ્સને નિઝર પોલીસ મથકે લઇ આવી પૂછપરછ હાથ ધરતા તેણે પોતાનું નામ દિલીપભાઈ દેવરામભાઈ સાળવે રહે,રૂમ નં-6,સાંઈકૃપા સોસાયટી પાલનપુરગામ,મથુરા નગરીની બાજુમાં તા.ચોર્યાસી-સુરતનો હોવાનું જાણવા મળ્યું હતું,અને તેની આંખો લાલચોળ દેખાતી હોય,હલાવી ચલવી જોતા તે લથડીયા ખાતો હતો,મોઢા માંથી કેફી પીણું પીધેલું હોય તેવી તીવ્ર વાંસ આવતી હોય,બકવાસ અને લવારો કરતો હતો.જેથી દારૂ નો નશો કરેલ હોવાનું તપાસમાં સ્પષ્ટ થતા તેના વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.અને મેડીકલ ચકાસણી અર્થે CHC-નિઝર ખાતે મોકલવામાં આવ્યો હતો.બનાવ અંગે પોલીસ દ્વારા પ્રોહી એક્ટ કલમ મુજબ 66(1)બી,85(1) મુજબ ગુન્હો રજીસ્ટર કરી આગળની વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.આપને અહીં જણાવી દઈએ છીએકે બાળકો ઉપાડી જવા મુદ્દે કોઇપણ બનાવ અહીંના વિસ્તારમાં બન્યો નથી અને આવી કોઇપણ અફવા ફેલાવા પહેલા તથ્ય ચકાસી લેવું જોઈએ,કુકરમુંડાના ગ્રામજનો એ છોકરા ઉપાડી જતો હોવાના વહેમમાં શખ્સને પકડી પોલીસના હવાલે કર્યો હતો તે ખરેખર કાબિલે તારીફ છે.આપના વિસ્તાર માં પણ કોઈપણ શંકાસ્પદ વ્યક્તિ નજરે પડે તો પહેલા નજીક ના પોલીસ મથકે જાણ કરવું હિતાવહ છે.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application