તાપીમિત્ર ન્યુઝ,સોનગઢ:સોનગઢના ઇસ્લામપુરા વિસ્તારમાં મુસ્લિમ સમાજના ધો.1 થી ધો.10માં અભ્યાસ કરતા જરૂરિયાતમંદ બાળકોને વિના મુલ્યે નોટબુક વિતરણ કરવામાં આવ્યું હતું.
સોનગઢ નગરપાલિકા વિસ્તારના ઇસ્લામપુરા વોર્ડ નં-6 માંથી ચુંટાઈ આવેલા પાલિકા સભ્ય લલ્લા કુરેશી અને આગેવાનોએ મુસ્લિમ સમાજના ધો.1 થી ધો.10માં અભ્યાસ જરૂરીયામંદ 346 જેટલા બાળકોને આજરોજ વિનામુલ્યે નોટબુક વિતરણ કરી હતી.આ પ્રસંગે તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ભિલાભાઈ ગામીતે આયોજકોને અભીનંદન પાઠવી જણાવ્યું હતુકે,આજ ના ભૂલકાઓ આવતી કાલનું ભવિષ્ય છે.ત્યારે માતા-પિતાએ બાળકો પ્રત્યે જાગૃતતા રાખી નિયમિત શાળાએ મોકલી ઉચ્ચશિક્ષણ પ્રાપ્ત કરે તે દિશામાં પ્રયાસ કરવા જોઈએ.સમાજમાં આપણે જરૂરિયાતમંદ બાળકોને કઈ રીતે મદદરૂપ થઇ શકીએ તેનું ચિંતન કરી બાળકો ઉચ્ચશિક્ષણ પ્રાપ્ત કરે એવા આશાવાદ સાથે બાળકો ઉત્સાહભેર પ્રગતી કરે એવી શુભેચ્છા પાઠવી હતી.નોટબુક વિતરણ કાર્યક્રમ દરમિયાન આગેવાનો,સભ્યો,કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application