તાપી જિલ્લાની 171 વિધાનસભા મત ક્ષેત્ર વિસ્તારમાં મતદાનનાં દિવસે વિવિધ કર્મચારીઓ ફરજ બજાવવાની હોય જેને લઈને તેમના મતદાન માટે વહીવટી તંત્ર દ્વારા અલાયદી વ્યવસ્થા કરાતી હોય છે જે અંતર્ગત વ્યારા વિધાનસભા વિસ્તારમાં વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા 3,601 કર્મચારીઓ પોસ્ટલ બેલેટ માટે નોંધાયા હતા. જે અંતર્ગત 452 જેટલા પોલીસ કર્મીઓએ વ્યારા ખાતે બેલેટ મતદાન કર્યું હતું. તાપી જિલ્લાનાં વ્યારા વિધાનસભા વિસ્તારમાં વિવિધ વિભાગો ફરજ બજાવતા કર્મચારીઓ તેમજ પોલીસ વિભાગમાં હોમગાર્ડ અને GRD સહિત રીવીટ કર્મચારીઓ પોતાના મોટા અધિકારનો ઉપયોગ કરી શકે એ માટે સુવિધા ઉભી કરાઈ હતી. જેમાં વ્યારા વિધાનસભા માટે 3,601 કર્મચારીઓ પોસ્ટલ બેલેટ મતદાન માટે નોંધાયા હતા.
જેમાં પોલિંગ ઓફિસર, પ્રિસાઇડિંગ ઓફિસર ચૂંટણીમાં વિવિધ ફરજ કર્મચારીઓ સહિત અન્ય કર્મચારીઓએ મતદાન કરી દીધું હતું. જે શનિવારનાં રોજ જિલ્લા સેવા સદનનાં જિલ્લા પોલીસ કચેરી ખાતે પોલીસમાં ફરજ બજાવતા વિવિધ અધિકારીઓનાં અને કર્મચારીઓનાં પોસ્ટલ બેલેટથી મતદાન પ્રક્રિયા કરાઈ હતી. આ અંગે નાયબ પોલીસ અધિક્ષકએ જણાવ્યું હતું કે, વ્યારા વિધાનસભાનાં 452 પોલીસ કર્મચારીઓનું જિલ્લા કચેરી ખાતે પોસ્ટલ બેલેટથી મતદાન કરાયું છે. જ્યારે તા.26 તારીખે સોનગઢનાં 460 પોલીસ કર્મીઓ અને તા.27 તારીખે નિઝરનાં 375 પોલીસ કર્મચારીઓના નિર્ધારિત કરેલા સ્થળો પર પર પોસ્ટલ બેલેટથી મતદાન કરશે. તાપી જિલ્લામાં કુલ 1418 પોલીસ કર્મીઓ પોસ્ટલ બેલેટ માટે નોંધાયા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500