Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દિલ્હી:ઉપરાજ્યપાલ અનિલ બૈજલ અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ના અધિકાર મામલે સુપ્રીમ કોર્ટનો ચુકાદો:બોસ બન્યા કેજરીવાલ

  • July 04, 2018 

નવી દિલ્હી:દિલ્હીમાં ઉપરાજ્યપાલ અનિલ બૈજલ અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના અધિકારોના મામલે સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપી દીધો.સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ સીએમ અરવિંદ કેજરીવાલ ખુશખુશાલ જણાય છે અને તેમણે આ ચુકાદાને લોકતંત્રની જીત ગણાવ્યો છે.કેજરીવાલે કહ્યું કે 'સુપ્રીમ કોર્ટનો ચુકાદો દિલ્હીની જનતાની જીત છે.' આ બાજુ આ મુદ્દે વકીલ સોમનાથ ભારતીએ કહ્યું કે જમીન,કાયદા અને પોલીસ પર દિલ્હી સરકારનો હક નથી.આ 3 વિષયો સિવાય દિલ્હી સરકાર તમામ ચીજો પર પોતાના હક જતાવી શકે છે.ચુકાદા બાદ તરત મીડિયાને સંબોધન કરતા દિલ્હીના ડેપ્યુટી સીએમ મનિષ સિસોદીયાએ કહ્યું કે તેઓ આ ચુકાદાથી ખુશ છે.તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટના એ એક ઐતિહાસિક ટિપ્પણી છે. હવે કોઈ પણ ફાઈલ મોકલવી પડશે નહીં.તેમણે કહ્યું કે 3 વિષયને છોડીને દિલ્હી સરકાર પાસે તમામ અધિકારો હાજર છે. કોર્ટના ચુકાદા બાદ દિલ્હીના પ્રશાસનિક કાર્યોમાં એલજી પોતાનું ઘાર્યું કરી શકશે નહીં.અત્રે જણાવવાનું કે દિલ્હીમાં ઉપરાજ્યપાલ અનિલ બૈજલ અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના અધિકારો મામલે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ દીપક મિશ્રાએ આજે ચુકાદો વાંચી સંભળાવ્યો.જજે કહ્યું કે દેશમાં લોકતાંત્રિક મૂલ્ય જ સૌથી મોટું છે.ચૂંટાયેલી સરકારે જનતાને જવાબ આપવાના હોય છે.આથી અધિકારોમાં સંતુલન જરૂરી છે. બંધારણનું સન્માન કરવું જોઈએ. આપણે તેનાથી અલગ નથી.આપણી સંસદીય પ્રણાલી છે,કેબિનેટે સંસદને જવાબ આપવાના હોય છે.સુપ્રીમ કોર્ટે કહ્યું કે સંઘ પ્રદેશોના માળખામાં રાજ્યોને પણ સ્વતંત્રતા છે.કેન્દ્ર અને રાજ્યોએ મળીને કામ કરવું જોઈએ.કેબિનેટના ચુકાદાને લટકાવી રાખવો એ યોગ્ય નથી.વિવાદ હોય તો રાષ્ટ્રપતિ પાસે જવું યોગ્ય છે. આથી એલજી-કેબિનેટ વચ્ચે મતભેદની સ્થિતિમાં રાષ્ટ્રપતિ પાસે જવું જોઈએ.જ્યાં સુધી બંધારણ મંજૂરી ન આપે ત્યાં સુધી એલજી સ્વતંત્ર રીતે કોઈ નિર્ણય લઈ શકે નહીં.ઉપરાજ્યપાલ દિલ્હી સરકારની સલાહથી કામ કરે.દિલ્હી-કેન્દ્ર અધિકાર વિવાદ પર આજે એટલે કે બુધવારે કોર્ટના 5 જજોની બંધારણીય પીઠનો ચુકાદો આવ્યો. આ મામલે બંધારણીય પીઠે ગત વર્ષે 6 ડિસેમ્બરે સુનાવણી પુરી કરી હતી અને ચુકાદો અનામત રાખ્યો હતો. ઉલ્લેખનીય છે કે 4 ઓગસ્ટ 2016ના દિલ્હી હાઈકોર્ટે કહ્યું હતું કે,દિલ્હી એક કેન્દ્ર શાસિત પ્રદેશ છે.અહીં કેન્દ્રના પ્રતિનિધિ ઉપરાજ્યપાલની મંજૂરીથી જ નિર્ણય લઈ શકાય છે.આ નિર્ણયને દિલ્હી સરકારે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application