Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કડાણા ડેમમાંથી પાણી છોડાતા વડોદરા જિલ્લાનાં ચાર તાલુકાનાં 45 ગામોને એલર્ટ કરાયા

  • September 17, 2023 

કડાણા જળાશયમાંથી મહી નદીમાં પાણી છોડાતા વડોદરા જિલ્લાના ચાર તાલુકાના 45 ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા. ચાર કલાકે ઉપરવાસમાથી આવતા પાણીના પ્રવાહને ધ્યાને લેતા કડાણા ડેમમાંથી વધુમાં વધુ 10.50 લાખ ક્યુસેક પાણી મહી નદીમાં છોડવાનું આયોજન છે. ઉપરવાસમાં સ્ત્રાવ વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાથી કડાણા જળાશયમાં પાણીની આવક થઇ રહી છે તેમજ મહી બજાજમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે તથા અનાસ નદીમાં પાણીની આવકમાં વધારો થઇ રહ્યો છે.



કડાણાબંધની સુરક્ષા તથા ઉપરવાસમાં મહી બજાજ ડેમમાથી હાલમાં 4,43,910 ક્યુસેક તથા અનાસમાંથી 4,37,023 કયુસેક પાણી છોડવામાં આવેલ છે. જેને ધ્યાને લેતા કુલ 8,80,933 કયુસેક પાણી ઉપરવાસમાંથી આવતા પાણીના પ્રવાહ ધ્યાનમાં લેતા હાલમાં કડાણા ડેમમાંથી 7,50,000 કયુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. તેને વધારી ઉપરવાસમાથી આવતા પાણીના પ્રવાહને ધ્યાને લેતા કડાણાડેમમાંથી વધુમાં વધુ 10.50 લાખ ક્યુસેક પાણી મહી નદીમાં છોડવાનું આયોજન છે.



જેને ધ્યાનમાં લઈ વડોદરા જિલ્લાના મહીકાંઠાના ડેસર તાલુકાના 12, સાવલીના 14, વડોદરા ગ્રામ્યના 09 અને પાદરા તાલુકાના 10 સહિત 45 ગામોને સાબદા કરાયા છે. આ તમામ ગામોના નાગરિકોને સાવધ રહેવા સાથે નદીમાં ન જવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. કડાણા ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે ત્યારે તેના કારણે મહી નદીના કિનારે આવેલા વડોદરા જિલ્લાના ડેસર, સાવલી, વડોદરા ગ્રામ્ય અને પાદરા તાલુકાના લોકોને સલામત સ્થળે ખસેડવાના પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા છે. ડબકાના ભાઠા વિસ્તારમા 30 લોકોને સલામત સ્થળે ખસેડાયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application