Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડાંગ જિલ્લામાં યોજાશે પ્રખરતા શોધ કસોટી

  • January 31, 2018 

તાપીમિત્ર ન્યુઝ,આહવાઃડાંગ જિલ્લામાં આગામી તા.૮ થી ૧૦ ફેબ્રુઆરી,૨૦૧૮ દરમિયાન યોજાનારી પ્રખરતા શોધ કસોટી માટેનું સમય પત્રક,જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી મારફત જારી કરવામાં આવ્યું છે. જે મુજબ તા.૮/ર/ર૦૧૮નાં રોજ સવારે ૧૧ થી ૧ર અને બપોરે ૧ થી ર વાગ્યા દરમિયાન અનુક્રમે ગણિત, તથા વિજ્ઞાન અને ટેકનોલોજીના વિષયની પરીક્ષા યોજાશે.જ્યારે તા.૯/ર/ર૦૧૮નાં રોજ સવારે ૧૧ વાગ્યે અંગ્રેજી અને 1 વાગ્યે સામાન્ય જ્ઞાન તથા તા.૧૦/ર/ર૦૧૮નાં રોજ સવારે ૧૧ વાગ્યે ગુજરાતી વિષયની પરીક્ષા નિયત કરવામાં આવી છે.આ પરીક્ષા માટે આહવાની સરકારી માધ્યમિક શાળા ખાતે ૮૦૯૧૭૩ થી ૮૦૯૪૧૬ ક્રમાંક સુધીના ૨૪૪ વિઘાર્થીઓ,અને ઋતુંભરા કન્યા વિઘાલય-સાપુતારા ખાતે ૮૩૦૫૮૮ થી ૮૩૨૬૬૯ ક્રમાંક સુધીના ૮૨ વિઘાર્થીઓ પરીક્ષા આપશે. આ પ્રખરતા શોધ કસોટી અંગેની વધુ માહિતી તથા માર્ગદર્શન માટે જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી,આહવા-જિ.ડાંગનો સંપર્ક (૦૨૬૩૧-૨૨૦૨૦૮) સાધવા પણ જણાવાયું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application