રાજ્યમાં ૨૪ કલાક દરમિયાન વરસાદી માહોલ સર્જાયો છે.ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં વરસાદ વરસી રહયો છે.જે માટે વાતાવરણમાં સર્જાયેલી સાયક્લોનીક સરક્યુલેશન સિસ્ટમ આભારી છે તેમ હવામાન શાસ્ત્રી શ્રી જયંત સરકારે જણાવ્યું હતું.
ગાંધીનગર ખાતે યોજાયેલી વેધર વોચ ગૃપની સાપ્તાહિક મીટીંગમાં રાજ્યની વરસાદી સ્થિતિનું અવલોકન કરતા શ્રી સરકારે વધુમાં જણાવ્યું કે,સાયક્લોનીક સરક્યુલેશન સિસ્ટમને કારણે ગુજરાતમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડશે,ક્યાંક ભારે વર્ષા પણ થઇ શકે.રાજ્યમાં આ વરસાદી માહોલ બે દિવસ સુધી ચાલુ રહેશે.રાહત નિયામક શ્રી એમ.આર.કોઠારીયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ બેઠકમાં નેશનલ ડિઝાસ્ટર રેસ્ક્યુ ફોર્સની ૧૫ ટીમને એલર્ટ કરાઇ છે જે પૈકી અમરેલી,બનાસકાંઠા,જામનગર,સુરત,વલસાડ અને તાપી એમ છ સ્થળે એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે.જ્યારે વધારાની છ ટીમ વડોદરા અને ૩ ટીમ ગાંધીનગર ખાતે સ્ટેન્ડ બાય છે.
high light-તાપી જિલ્લામાં સવારે ૬.૦૦ થી સાંજે ૬.૦૦ કલાક સુધી પડેલા વરસાદના અંકડા પર એક નજર
૧) વ્યારા:૫૨ મી.મી
૨) વાલોડ:૫૭ મી.મી
૩) સોનગઢ:૩૩ મી.મી
૪) ઉચ્છલ:૦૧ મી.મી
૫) નિઝર:૦૦ મી.મી
૬) કુકરમુંડા:૦૧ મી.મી
૭) ડોલવણ:૩૮ મી.મી
આજ રોજ પડેલ કુલ વરસાદ: ૧૮૨ મી.મી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application