Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

માંડવી:રિદ્ધિસિદ્ધિ એપાર્ટમેન્ટનું બિનઅધિકૃત દબાણ 10 દિવસમાં દુર થશે:ભૂખ હડતાલ સમેટાઈ

  • July 03, 2018 

શૈલેષભાઈ પ્રજાપતિ દ્વારા તાપીમિત્ર ન્યુઝ,માંડવી:માંડવી નગરમાં વિવાદિત રિધ્ધિસિદ્ધિ એપાર્ટમેન્ટના બિનઅધિકૃત દબાણ દુર કરવા મુદ્દે છેલ્લા આઠ દિવસ થી પ્રાંત કચેરી સામે ભૂખ હડતાલ પર બેઠેલા માંડવી પાલિકાના વિરોધપક્ષના નેતા કૃપાકિરણને આખરે લીબુંનું સરબત પીવડાવીને પારણા કરાવવામાં તંત્રને આજરોજ સફળતા મળી છે.માજી સાંસદ તુષારભાઈ ચૌધરી સહિતના કોંગી નેતાઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. માંડવી નગરપાલિકાના વિરોધપક્શના નેતા કૃપાકિરણ રિદ્ધિસિદ્ધિ એપાર્ટમેન્ટનાં પાર્કીંગમાં બનાવેલ પાંચ  જેટલી બિનઅધિકૃત દુકાનોનું દબાણ દુર કરવા એડીચોટીનુ જોર લગાવા છતાં જાડી ચામડીના અધિકારીઓ દબાણ દુર કરવા માટે ટસ ના મસ થયા હતા,જેના કારણે વિરોધપક્ષના નેતા કૃપાકિરણે  ગાંધી  ચિંધ્યા માર્ગે આંદોલન ગત 25મી જુના 2018 ના રોજ પ્રાંત કચેરી સામે  ભૂખ હડતાલ પર બેસી ગયા હતા તેમની સાથે માંડવી-સોનગઢ મત વિસ્તારના લોક લાડીલા નેતા એવા ધારાસભ્ય આનંદભાઈ ચૌધરી તેમજ તાલુકા પંચાયતના પ્રમુખ શંકરભાઈ ચૌધરી,મેહુલસિંહ ખેગાર,અખિલેશ સહિતના કોંગી કાર્યકર્તાઓ હડતાલ પર બેઠા હતા,અને વિરોધપક્ષના નેતા કૃપાકિરણને પુરેપુરો તન મનથી સહકાર આપ્યો હતો.આખરે નવમાં દિવસે તંત્રના જવાબદાર અધિકારીઓ રિધ્ધિસિદ્ધિ એપાર્ટમેન્ટ મુદ્દે કાર્યવાહી કરવા માટે તૈયારી બતાવી છે,અને લેખિતમાં બિનઅધિકૃત દુકાનોનું દબાણ દશ દિવસમાં દુર કરવા  ની ખાતરી આપતો લેટર વિરોધપક્ષના નેતા કૃપાકિરણ ને આપવામાં આવ્યો છે,અને મામલતદાર ના હસ્તે પારણાં કરાવવામાં આવતા કોંગ્રેસના કાર્યકર્તાઓમાં આનંદ ની લાગણી પ્રસરી જવા પામી છે,ગેરકાયદે દબાણ મુદ્દે ભૂખ હડતાલ પર બેઠેલા કોંગી આગેવાનો અને કાર્યકર્તાઓને મળવા માટે માજી સાંસદ તુષારભાઈ ચૌધરી સહિતના કોંગી નેતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application