તાપીમિત્ર ન્યુઝ,સોનગઢ:સોનગઢ રેલવે સ્ટેશન માર્ગ પર આવેલું સાંઈ ટાઉનશીપ સોસાયટીના એક મકાનનું તાળું તોડી ચોરટાઓ રૂપિયા એક લાખથી વધુની મત્તા ચોરી કરી ફરાર થઈ ગયા હોવાની ઘટના સામે આવી છે.જેને લઈ પોલીસની કામગીરી પર અનેક પ્રશ્નો ઉભા થયા છે.
સોનગઢના રેલવે સ્ટેશન માર્ગ પર આવેલ સોસાયટીઓના મકાનમાં તાળું તૂટવાની ઘટના સામાન્ય બની ગઈ છે.જાણે ચોરટાઓ ને પોલીસ નો ડર રહ્યો ના હોય તેમ એક પછી એક મકાનના તાળા તોડી ચોરી કરી રહ્યા છે,આજ વિસ્તારમાં આવેલ એક સોસાયટીમાં તાજેતર માંજ ચોરી થઈ હોવાની ઘટના બની હતી,તેમ છતાં ચોરટાઓ પકડી પાડવામાં પોલીસને કોઇ ખાસ સફળતા મળી નથી.જેના કારણે તા.2જી જુલાઈ ના રોજ મોડી રાત્રે રેલવે સ્ટેશન-સોનારપાડામાં આવેલ સાંઈ ટાઉનશીપ સોસાયટીમાં રહેતા પ્રશાંતભાઈ સુરેશચંદ્ર શાહના મકાન નંબર-A/85 ના મુખ્ય દરવાજાનું તાળું તોડી,નકુચો વાળી ઘરમાં પ્રવેશલા ચોરટા ઓએ પતરા ના કબાટ માંથી રોકડ રકમ રૂપિયા 30,000/- તથા સોના ની વીંટી નંગ-7 જેની કિંમત રૂપિયા 50,000/-તેમજ પેટી પલંગ માંથી નિકોન અને સોની કંપનીના બે કેમેરા કિં.રૂ.20,000/- મળી કુલ્લે રૂપિયા 1,01000/-મત્તાની ચોરી કરી નાસી ગયા હોવાની ફરિયાદ પ્રશાંતભાઈ શાહે રજીસ્ટર કરાવી છે,જેના આધારે અજાણ્યા ચોરટાઓ વિરુધ્ધ ગુન્હો દાખલ કરી આગળની વધુ તપાસ psi વાય.બી.પટેલ કરી રહ્યા છે.(સાંકેતિક તસ્વીર)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500