તાપીમિત્ર ન્યુઝ,ઉચ્છલ:ઉચ્છલના ચચરબુંદા ગામની સીમ માંથી પસાર થતો નેશનલ હાઇવે માર્ગ પર બાઈક ડિવાયડર સાથે અથડાતા બાઈક પર સવાર પતિ-પત્નીને શરીરે ગંભીર ઈજા પહોંચતા નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા,જ્યાં ટુકી સારવાર બાદ પત્નીનું મોત નીપજ્યું હતું,બનાવ અંગે ઉચ્છલ પોલીસ મથકે ગુન્હો રજીસ્ટર કરવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ ઉચ્છલ-સોનગઢ નેશનલ હાઇવે માર્ગ પર આવતું ચચરબુંદા ગામ પાસે તા.1 જુલાઈ નારોજ રાત્રે 8:15 કલાક ના અરસામાં સ્પ્લેન્ડર બાઈક નંબર GJ-05-NE-0057 લઈને પસાર થઇ રહેલા નિલેશભાઇ મહેશભાઇ પઢીયાર અને તેમના પત્ની ઇશાબેન પઢીયાર બંને રહે.૧૩૩ કિર્તી નગર સોસાયટી ઉતરાણ તા.ચોર્યાસી,જી-સુરત નાઓને અકસ્માત નડ્યો હતો,નિલેશભાઇએ પોતાના કબજાની બાઈકને પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવી દેતા બાઈક ડિવાયડર સાથે અથડાઈ હતી જેના કારણે બાઈક સવાર બંને જણાને શરીરે ગંભીર ઈજા પહોંચી હતી.જેમાં નિલેશભાઇ ને ડાબા ખભાના ભાગે ફેક્ચર થયું હતું.જયારે ઈશાબેન ને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચવાના કારણે ટુકી સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.બનાવ અંગે ચેતનકુમાર મહેશભાઇ પઢિયાર રહે.૧૩૩ કિર્તી નગર સોસાયટી ઉતરાણ તા.ચોર્યાસી નાએ આપેલી ફરિયાદને આધારે નિલેશભાઇ પઢીયાર વિરૂધ્ધ ગુન્હો રજીસ્ટર કરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application