Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢના જામખડી ગામે જંતુ નાશક દવા પીવાથી 40 વર્ષીય ઇસમનું મોત

  • July 02, 2018 

તાપીમિત્ર ન્યુઝ,સોનગઢ:સોનગઢના જામખડી ગામના પટેલ ફળીયામાં જંતુ નાશક ઝેરી દવા પી લેવાના કારણે 40 વર્ષીય ઇસમનું વ્યારા રેફરલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું,બનાવ અંગે સોનગઢ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે, મળતી માહિતી મુજબ સોનગઢના જામખડી  ગામના પટેલ ફળીયામાં તા.2 જુલાઈના રોજ મોડી રાત્રે 2:30 કલાકના અરસામાં યાકુબભાઈ મીના ગામીત(ઉ.વ.40)નાએ ભીંડામાં નાંખવાની જંતુ નાશક ઝેરી દવા પી લેતા વ્યારા રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો,જ્યાં ટુકી સારવાર તેનું મોત નીપજ્યું હતું,પોલીસ ને જાણ થતા હાથ ધરવામાં આવેલ તપાસમાં જાણવા મળ્યું હતુકે,યાકુબભાઇ ગામીત દારૂ પીવાનો ટેવ વાળો હોય,અને નશો કરતો હોય,જેથી પરિવાર જનોએ કહેલ કે,દારૂનો નશો કરવો નહીં,જે બાબતે યાકુબભાઇ ને મન માં દુઃખ થતા જાતે પોતે ભીંડામાં નાંખવાની જંતુનાશક ઝેરી દવા ગટગટાવી ગયો હતો જેનું ટુકી સારવાર બાદ મોત નીપજ્યું હતું,બનાવ અંગે આશિષભાઈ યાકુબભાઇ ગામીતે સોનગઢ પોલીસને જાણ કરી હતી જેના આધારે આગળની વધુ તપાસ અહેકો ભાવેશભાઈ માનસિંગભાઈ કરી રહ્યા છે.(સાંકેતિક તસ્વીર)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application